Home> Sports
Advertisement
Prev
Next

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત થયેલા ધવને ટ્વીટ કરીને વ્યક્ત કર્યો જુસ્સો

શિખર ધવને ઈજા થયાં છતાં શાનદાર ઈનિંગ રમીને 117 રન બનાવ્યા હતા. તેણે હજુ પોતાની હિંમત હારી નથી. તેણે સોશિયલ મીડિયા પર પોતાના જુસ્સાને વ્યક્ત કર્યો છે. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત થયેલા ધવને ટ્વીટ કરીને વ્યક્ત કર્યો જુસ્સો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પર વિશ્વકપની બાકીની મેચોમાં રમવાને લઈને સસ્પેન્સ બનેલું છે, પરંતુ પોતાના જુસ્સા અને હિંમતથી તે ઝડપથી 22 ગજની પિચ પર વાપસીનો સંકેત આપી રહ્યો છે. ફાસ્ટ બોલર પેટ કમિન્સનો એક બોલ અંગૂઠા પર લાગ્યા છતાં 117 રનની ઈનિંગ રમનારા ધવનો જુસ્સો હજુ પણ શિખર પર છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના જુસ્સાને વ્યક્ત કર્યો છે. 

fallbacks

ધવનનો જુસ્સો વ્યક્ત કરી રહ્યું છે ટ્વીટ
શિખર ધવને ટ્વીટ કર્યું, 'કભી મહક કી તરહ હમ ગુલોં સે ઉડતે હૈં. કભી ધુએં કી તરહ હમ પર્વતો સે ઉડતે હૈ. યે કૈંચિયા હંમે ઉડને સે ખાક રોકેગી, હમ પરો સે નહીં હોંસલો સે ઉડતે હૈ.' ધવને ટ્વીટ કરીને તે વ્યક્ત કહ્યું કે, તે પોતાના જુસ્સાના દમ પર ઝડપથી ઈજામાંથી બહાર આવી વિશ્વ કપની ટીમમાં સામેલ થશે અને તેને મેદાન પર રમતો જોઈ શકાશે. 

ધવનને હેરલાઇન ફ્રેક્ચર
મહત્વનું છે કે, તેના અંગૂઠામાં હેરલાઇન ફ્રેક્ચર થયું છે. બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે આગામી એક સપ્તાહ સુધી શિખર ધવન ટીમની સાથે ડોક્ટરોની નજરમાં રહેશે. મેડિકલ રિપોર્ટ પ્રમાણે થોડા સમયમાં તેની ઈજા યોગ્ય થઈ શકે છે પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ પણે ફિટ ન થાય ત્યાં સુધી આગામી કેટલિક મેચ રમશે નહીં. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર તેનું સ્થાન વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત લેશે. 

વાંચો વિશ્વ કપના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More