Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019: પોતાના કીપિંગ ગ્લબ્સ પર સેનાનો ખાસ લોગો લગાવી ઉતર્યો ધોની

કેપ્ટન કૂલના મોજા પર જ્યારે કેમેરાની નજર પડી તો તેના પર આર્મીનો આ ખાસ બૈઝ લાગેલો હતો. ધોનીએ જ્યારે એન્ડિલે ફેહલુકવાયોને ચહલના બોલ પર સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે ફરી સેનાનો આ ખાસ લોગો પણ જોવા મળ્યો હતો. 

World Cup 2019: પોતાના કીપિંગ ગ્લબ્સ પર સેનાનો ખાસ લોગો લગાવી ઉતર્યો ધોની

સાઉથેમ્પ્ટનઃ વિશ્વકપમાં બુધવારે જ્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરવા ઉતરી તો વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની એક ખાસ વાતને લઈને રચ્ચામાં રહ્યો હતો. આ મેચમાં ધોનીએ પોતાની વિકેટકીપિંગ માટે જે ગ્લબ્સ પહેર્યા હતા તેમાં ભારતીય સેનાના 'બલિદાન' બેઝનો લોગો લાગેલો હતો. 

fallbacks

fallbacks

કેપ્ટન કૂલના મોજા પર જ્યારે કેમેરાની નજર પડી તો તેના પર આર્મીનો આ ખાસ બૈઝ લાગેલો હતો. ધોનીએ જ્યારે એન્ડિલે ફેહલુકવાયોને ચહલના બોલ પર સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે ફરી સેનાનો આ ખાસ લોગો પણ જોવા મળ્યો હતો. જ્યારે ધોનીના ગ્લબ્સ પર ખાસ ફોર્સના ખંજર વાળો લોગો કેમેરા પર છવાયો તો તેને ફેન્સમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

fallbacks

ધોનીના ફેન્સે ધોનીની આ મોજાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું અને તેની ખુબ પ્રશંસા કરી હતી. 

મહત્વનું છે કે વર્ષ 2011માં ધોનીને ભારતીય સેનાની પેરા રેજિમેન્ટે લેફ્ટિનેન્ટ કર્નલની માનદ ઉપાધી આપી હતી. ધોનીએ પોતાની પેરા રેજિમ્ન્ટની સાથે ખાસ ટ્રેનિંગ પણ હાસિલ કરી છે. સેના પ્રત્યે આ પૂર્વ કેપ્ટનનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. તે પહેલા પણ ઘણી વખત કરી ચુક્યો છે કે તે પણ સેના જોઇન કરવાનું સપનું રાખતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More