Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS: દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને જબરદસ્ત મોટો ફટકો, ચાલુ મેચે આ ધૂરંધર ખેલાડી ટીમમાંથી બહાર

IND vs AUS 2nd Test Match: દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત હાલ ચાલુ છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મેચમાં એક ખેલાડીને અચાનક ટીમમાં સામેલ કરાયો છે. આ  ખેલાડી પહેલા મેચ શરૂ થઈ ત્યારે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહતો. પરંતુ સાથી ખેલાડી ઈજાગ્રસ્ત થતા રિપ્લેસમેન્ટ તરીકે તે પ્લેઈંગ 11માં જોડાયો છે. 

IND vs AUS: દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને જબરદસ્ત મોટો ફટકો, ચાલુ મેચે આ ધૂરંધર ખેલાડી ટીમમાંથી બહાર

IND vs AUS 2nd Test Match: દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત હાલ ચાલુ છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મેચમાં એક ખેલાડીને અચાનક ટીમમાં સામેલ કરાયો છે. આ  ખેલાડી પહેલા મેચ શરૂ થઈ ત્યારે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહતો. પરંતુ સાથી ખેલાડી ઈજાગ્રસ્ત થતા રિપ્લેસમેન્ટ તરીકે તે પ્લેઈંગ 11માં જોડાયો છે. અત્રે જણાવવાનું કે આ ખેલાડી બીજી ઇનિંગમાં બેટિંગ કરતો પણ જોવા મળશે. 

fallbacks

દિલ્હી ટેસ્ટમાં અચાનક આ ખેલાડી ટીમમાં સામેલ
ઓસ્ટ્રેલિયન ટીમનો ધાકડ ઓપનર ડેવિડ વોર્નર ઈજાના પગલે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. પહેલી ઈનિંગ દરમિયાન મોહમ્મદ સિરાજની ઓવરમાં એક બોલ ડેવિડ વોર્નરને હેલ્મેટ પર વાગ્યો હતો. એક બોલ વોર્નરને કોણી ઉપર પણ વાગ્યો હતો. ડેવિડ વોર્નર માથાની ઈજાના પગલે બહાર થયો છે. તેની જગ્યાએ મેથ્યુ રેનશોને પ્લેઈંગ ઈલેવનમાં કંકશન સબસ્ટીટ્યૂટ સામેલ કરાયો છે. રેનશો હવે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે બેટિંગ કરશે. 

ચોંકાવનારો ખુલાસો, આરોપી સાહિલનો પરિવાર પણ હત્યામાં સામેલ!, થયા હતા ગુપ્ત લગ્ન

મહાશિવરાત્રી પર ભૂલેચૂકે આ ફળ મહાદેવને અર્પણ ન કરતા, ઘરમાં ગરીબી કરશે પગપેસારો

પતિ અને સાસુને ગંદી ગાળો બોલશો તો પણ થઈ જશે છૂટાછેડા : હાઈકોર્ટનો જબરદસ્ત ચૂકાદો

રેનશોને પહેલી મેચમાં થઈ હતી ઈજા
રેનશો પહેલી મેચમાં ટીમનો ભાગ હતો. મેચ દરમિયાન ઈજા થઈ હતી. તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. 26 વર્ષના મેટ રેનશોને સ્કેન માટે મોકલવામાં આવ્યો હતો. જો કે તેણે રમવાનું ચાલુ રાખ્યું હતું. રેનશો હવે દિલ્હી ટેસ્ટની બીજી ઈનિંગમાં ડેવિડ વોર્નરની જગ્યાએ બેટિંગ કરતો જોવા મળશે. 

રેનશો જો કે પહેલી ટેસ્ટ મેચમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજાએ પહેલી ઈનિંગમાં રેનશોને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે બીજી ઈનિંગમાં રેનશોએ 7 બોલમાં 2 રન કરીને વિકેટ ગુમાવી હતી. આ મેચમાં રવિચંદ્રન અશ્વિને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More