Ind vs Aus Final, World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પેટ કમિન્સની ટીમે 43 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરની ક્રિકેટમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે.
ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે 40 લાખ ડોલર (લગભગ 33.33 કરોડ રૂપિયા) મળ્યા છે. રનર અપ ટીમ ઈન્ડિયાને પણ સારી એવી ઈનામી રકમ મળી હતી. ભારતને રનર્સ અપ તરીકે 20 લાખ ડૉલર (આશરે 16.65 કરોડ રૂપિયા)ની રકમ મળી છે. આ સિવાય આ બંને ટીમોને લીગ તબક્કામાં મેચ રમવા માટે પૈસા પણ મળ્યા.
ICCએ અંદાજે રૂ. 83 કરોડનું વિતરણ કર્યું
ICCએ ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. વર્લ્ડ કપ માટે કુલ 10 મિલિયન ડોલર (આશરે રૂ. 83.29 કરોડ) ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી, જે તમામ 10 ટીમોમાં અલગ અલગ રીતે વહેંચવાની હતી. આ મુજબ, ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમને 4 મિલિયન ડોલર મળવાના હતા, જ્યારે રનર્સ અપ ટીમને 2 મિલિયન ડોલર મળવાના હતા. સેમીફાઈનલમાં હારેલી બે ટીમોને 8 લાખ ડોલર આપવાની જોગવાઈ હતી. જ્યારે ગ્રુપ સ્ટેજમાં દરેક જીત માટે 33.31 લાખ રૂપિયાની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી.
ક્રિકેટ વર્લ્ડ કપ પ્રાઈઝ મની (ભારતીય રૂપિયામાં)
ભારતીય ટીમને મળી આટલી રકમ
ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવા માટે 2 મિલિયન ડોલર મળ્યા છે. લીગ તબક્કામાં પણ ટીમ ઈન્ડિયાએ તમામ 10 મેચ જીતી હતી, જેના કારણે તેમને ચાર લાખ ડોલર (લગભગ 3.33 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ પણ મળી હતી. એટલે કે આ વર્લ્ડ કપમાં ભારતને કુલ 24 લાખ ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે