નવી દિલ્હીઃ Rohit Sharma's Embarrassing Record in Test: ઈન્દોરમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટે હરાવી સિરીઝમાં જીતનું ખાતું ખોલ્યું હતું. પ્રથમ બે ટેસ્ટ મેચની જેમ આ મેચ પણ માત્ર ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. ફરક માત્ર પરિણામનો હતો. ઈન્દોર ટેસ્ટમાં હારની સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના નામે એક અનોખો અને શરમજનક રેકોર્ડ કરી લીધો છે, જેની આશા રોહિતે પણ ક્યારેય કરી હશે નહીં.
રોહિતના નામે ખરાબ રેકોર્ડ
રોહિત શર્માની આગેવાનીમાં ભારતના પરાજય સાથે કેપ્ટન રોહિત શર્માના નામે એક ખરાબ રેકોર્ડ નોંધાઈ ગયો છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટના 71 વર્ષના જૂના રેકોર્ડને તોડીને પોતાનું નામ નોંધાવી લીધુ છે. રોહિત શર્મા હવે ભારતનો પ્રથમ એવો ટેસ્ટ કેપ્ટન બની ગયો છે જેણે પોતાના ઘરમાં રમતા સૌથી ઓછા બોલમાં કોઈ ટેસ્ટ મેચ હારી છે.
આ પણ વાંચોઃ WTC ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને કરવું પડશે આ કામ
માત્ર આટલા બોલમાં મેચનો થયો 'THE END'
ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ માત્ર સવા બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. જો આ ટેસ્ટ મેચ પ્રમાણે જોવામાં આવે તો અડધા કરતા ઓછા સમયમાં મેચનું પરિણામ આવી ગયું હતું. આ મુકાબલામાં માત્ર 1135 બોલ ફેંકવામાં આવ્યા જેમાં હાર જીતનો નિર્ણય થઈ ગયો હતો. આ પહેલાં વર્ષ 1951-1952માં થયો હતો જ્યારે વિજય હજારેની આગેવાનીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. કાનપુરમાં રમાયેલા આ મુકાબલામાં ભારતને આઠ વિકેટે હાર મળી હતી અને આ મેચમાં 1459 બોલ ફેંકવામાં આવ્યા હતા.
પોતાની ધરતી પર સૌથી ઓછા બોલમાં હાર્યું ભારત
ઈન્દોર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત - 1135 બોલ - 2022/2023
કાનપુર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત - 1459 બોલ - 1951/1952
કોલકાતા: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત - 1474 બોલ - 1983/1984
મુંબઈ - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત - 1476 બોલ - 2000/2001
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે