Home> Sports
Advertisement
Prev
Next

કયા કર રહા હૈ...લાઈવ મેચમાં કુલદીપ યાદવે કરી એવી હરકત કે રોહિત અને વિરાટ થયા ગુસ્સે, જુઓ Video

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં ઘણી રસપ્રદ ઘટનાઓ જોવા મળી હતી. આવી જ એક ઘટના 32મી ઓવરમાં જોવા મળી હતી જ્યારે કુલદીપ યાદવ બોલ પકડી શક્યો નહોતો. આ બાબતને લઈને વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેએ કુલદીપ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

કયા કર રહા હૈ...લાઈવ મેચમાં કુલદીપ યાદવે કરી એવી હરકત કે રોહિત અને વિરાટ થયા ગુસ્સે, જુઓ Video

Champions Trophy 2025 IND vs AUS: ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહી છે. ટીમ ઈન્ડિયાએ ખૂબ જ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં એક સમયે ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવે મોટી ભૂલ કરી હતી. કુલદીપની આ ભૂલ એટલી મોટી હતી કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ગુસ્સાથી લાલઘુમ થઈ ગયા હતા.

fallbacks

Ind Vs Aus : 23 રન પર જ બોલ્ડ થયો હતો સ્ટીવ સ્મિથ છતાં અમ્પાયરે ના આપ્યો આઉટ, Video

કુલદીપ પર ગુસ્સો કાઢ્યો

હકીકતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં પ્રથમ બેટિંગ કરી રહી હતી. ત્યારે કુલદીપ યાદવ ઇનિંગની 32મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના 5મા બોલ પર સ્ટીવ સ્મિથે મિડ-વિકેટ તરફ શોટ રમ્યો હતો. ત્યારબાદ વિરાટે દોડીને બોલને પકડી લીધો અને ઝડપથી થ્રો ફેંક્યો, પરંતુ કુલદીપે બોલને અડ્યો નહીં અને તેને પકડવાને બદલે તેને છોડી દીધો. જો કુલદીપે યોગ્ય રીતે બોલ પક્ડયો હોત તો કદાચ સ્મિથ રનઆઉટ થયો હોત.

 

Ind vs Aus: ભારતે કાંગારૂઓને કર્યા ઘરભેગા, દુબઈમાં ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત

આ દરમિયાન વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. કુલદીપે બોલ છોડતાની સાથે જ પાછળ ઉભેલા કેપ્ટન રોહિત શર્માએ બોલ પકડ્યો હતો. આ પછી વિરાટ અને રોહિતનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયાના આ બંને ખેલાડીઓએ સાથે મળીને કુલદીપ યાદવને બરાબરની ખરીખોટી સંભળાવી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More