Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS: વિરાટ કોહલીની વિકેટ પર બબાલ, અમ્પાયર પર કાઢી ભડાસ, ટીમ ઈન્ડિયા ગુસ્સામાં

IND vs AUS: વિરાટ કોહલી દિલ્હી ટેસ્ટના બીજા દિવસે દુર્ભાગ્યથી આઉટ થયો. ઓન ફીલ્ડ અમ્પાયરે એલબીડબ્લ્યૂ આઉટ આપ્યો તો રિવ્યૂ લેવા પર પણ નિર્ણયમાં કોઈ ફેરફાર ન થયો, જેનાથી કોહલી ગુસ્સામાં જોવા મળ્યો હતો. 

IND vs AUS: વિરાટ કોહલીની વિકેટ પર બબાલ, અમ્પાયર પર કાઢી ભડાસ, ટીમ ઈન્ડિયા ગુસ્સામાં

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે જોરદાર ડ્રામા થયો હતો. વિરાટ કોહલી વિવાદાસ્પદ રીતે પોતાની વિકેટ ગુમાવી બેઠો. ઓન ફીલ્ડ અમ્પાયરે તેને એલબીડબ્લ્યૂ આઉટ આપ્યો, ત્યારબાદ રીવ્યૂની અપીલ પર થર્ડ અમ્પાયરે પણ આ નિર્ણય યથાવત રાખ્યો. 44 રન પર આઉટ થનાર વિરાટ કોહલી આ નિર્ણયથી નારાજ હતો. ડ્રેસિંગ રૂમની અંદર પૂર્વ કેપ્ટનનો ગુસ્સો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો હતો. ખુરશીમાં હાથ મારીને તે તેની ભડાસ કાઢતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોચ રાહુલ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ વાંવાર ટીવી પર આ વિકેટની રીપ્લે જોઈ રહ્યાં હતા. 

fallbacks

પહેલા બેટ કે પેડ?
વિરાટ કોહલીનું આઉટ થવું, ભારતને છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. તે અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો. કોહલી શાનદાર રીતે પોતાની લયમાં જોવા મળી રહ્યો હતો. 84 બોલની ઈનિંગ દરમિયાન આઉટ થતાં પહેલા તે માત્ર પાંચ વખત બીટ થયો કે બોલ સરીર પર વાગ્યો હતો. 50મી ઓવરનો ત્રીજો બોલ સ્પિનર મેથ્યૂ કુડનેમૈનને રોકવાના પ્રયાસમાં પેડ પર ટકરાયો. જોરદાર અપીલ પર અમ્પાયર નિતિન મેનને આંગળી ઊંચી કરી દીધી. કોહલીએ તત્કાલ રીવ્યૂ લેવાનો ઈશારો કર્યો હતો. 

સોફ્ટ ડિસમિસલ પડ્યું ભારે
રિપ્લેમાં જોઈને સ્પષ્ટ રીતે લાગી રહ્યું હતું કે બોલ, પેડ-બેટ બંને પર એકસાથે ટકરાયો, પરંતુ બોલ સ્ટમ્પ પર લાગી રહ્યો હતો અને ફીલ્ડ અમ્પાયરે આઉટ આપ્યો તેવામાં થર્ડ અમ્પાયર પાસે કોઈ પૂરાવા નહોતા કે તે આ નિર્ણયને બદલી શકે. તેવામાં કોહલીએ નિરાશ થઈને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આઉટ થતાં પહેલા કોહલીએ 84 બોલનો સામનો કરતા 4 વિકેટની મદદથી 44 રન બનાવ્યા. 

સોશિયલ મીડિયા પર અમ્પાયર પર ગુસ્સો
કોહલીના આઉટ થયા બાદ ટ્વિટર પર પણ નોટઆઉટ ટ્રેન્ડ શરૂ થયો હતો. પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે પણ ટ્વીટ કર્યું હતું. આ સિવાય ક્રિકેટ ફેન્સ કહી રહ્યાં છે કે કોહલી નોટઆઉટ હતો. તો ઘણા ફેન્સે અમ્પાયર નિતિન મેનનને નિશાના પર લીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More