Home> Sports
Advertisement
Prev
Next

BAN vs IND: પ્રથમ ટેસ્ટ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, આ ખતરનાક બેટરને મળી જગ્યા

બાંગ્લાદેશે ભારત સામે બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમની કમાન શાકીબ-અહ સહનને સોંપવામાં આવી છે. તો ઈજાને કારણે તમીમ ઇકબાલની પસંદગી કરવામાં આવી નથી. 

BAN vs IND: પ્રથમ ટેસ્ટ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, આ ખતરનાક બેટરને મળી જગ્યા

નવી દિલ્હીઃ બાંગ્લાદેશે 14 ડિસેમ્બરે ભારત વિરુદ્ધ શરૂ થઈ રહેલ પ્રથમ ટેસ્ટ માટે ટોપ ક્રમના બેટર જાકિર હસનને પ્રથમવાર ટીમમાં સામેલ કર્યો છે. હસનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય અનુભવી તમીમ ઇકબાલ ઈજાને કારણે બહાર રહેવાને કારણે લેવામાં આવ્યો છે. હસન ભારત એ વિરુદ્ધ પહેલી અનઓફિશિયલ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો અને તે પ્રથમ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. 

fallbacks

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પસંદગીકાર મિન્હાજુલ અબેદિને ક્રિકેબઝને કહ્યું, અમારા ફિઝિયોએ કહ્યું કે તે (તમીમ) પ્રથમ ટેસ્ટ મેચ રમી શકશે નહીં. પરંતુ અમે બીજી ટેસ્ટ માટે તેના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ. તેથી અમે શરૂઆતી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. 

ફાસ્ટ બોલર તસ્કિન અહમદ ફિટનેટ મુદ્દાને કારણે ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાં બહાર રહ્યો હતો, તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશે પ્રથમ બે વનડે મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. બે મેચોની સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરથી મીરપુરમાં રમાશે. 

આ પણ વાંચોઃ BCCI એ ઘરેલૂ કાર્યક્રમ કર્યો જાહેર, અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ

પ્રથમ ટેસ્ટ માટે બાંગ્લાદેશની ટીમ
મહમૂદુલ હસન રોય, નજમુલ હસન શાન્ટો, મોમિનુલ હક, યાસિર અલી ચૌધરી, મુશફીકુર રહીમ, શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, નુરૂલ હસન, મેહદી મિરાઝ હસન, તાઇજુલ ઇસ્લામ, તસ્કિન અહમદ, સૈયદ ખાલિદ અહમદ, ઇબાદત હુસૈન, શોરીફુલ ઇસ્લામ, જાકિર હસન, રેઝાઉર રહમાન રાજા અને અનામુલ હક બિજોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More