Home> Sports
Advertisement
Prev
Next

Day-Night Test માટે યોજાશે મોટો સમારોહ, દાદાએ PM Modi, સચિનને મોકલ્યું આમંત્રણ

ટીમ ઇન્ડીયા બાંગ્લાદેશ વિરૂદ્ધ (India vs Bangladesh) પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ  (Day-Night Test) કલકત્તામાં રમશે. આ મેચ 22 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી કલકત્તાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ માટે (BCCI) જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourva Ganguly) ના અનુસાર આ મેચ માટે કેટલાક ખાસ લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

Day-Night Test માટે યોજાશે મોટો સમારોહ, દાદાએ PM Modi, સચિનને મોકલ્યું આમંત્રણ

કલકત્તા: ટીમ ઇન્ડીયા બાંગ્લાદેશ વિરૂદ્ધ (India vs Bangladesh) પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ  (Day-Night Test) કલકત્તામાં રમશે. આ મેચ 22 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી કલકત્તાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ માટે (BCCI) જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourva Ganguly) ના અનુસાર આ મેચ માટે કેટલાક ખાસ લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી  (PM Narendra Modi) અને સચિન તેંડુલકર (Sachin Tendulkar) જેવી હસ્તીઓ સામેલ છે. 

fallbacks

વિશ્વકપ દરમિયાન સિલેક્ટરો અનુષ્કાને પીવડાવતા હતા ચા, અભિનેત્રીએ આપ્યો જવાબ

મોટો સમારોહ યોજાશે
સૌરવ ગાંગુલીનું કહેવું છે કે આ મેચ ભારત માટે ખાસ છે એટલા માટે વધુમાં વધુ ખાસ લોકોને બોલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. તેમાં બાંગ્લાદેશની પીએમ શેખ હસીના (Sheikh Hasina)એ આમંત્રણ સ્વિકાર પણ કરી લીધું છે. સૌરવ ગાંગુલીએ કલકત્તામાં સંવાદદાતાઓને કહ્યું કે બીસીસીઆઇ તેને એક શાનદાર સમારોહમાં બદલવા માંગે છે. અને 3-4 દિવસસ્માં તેની રૂપરેખા તૈયાર થઇ જશે.  

બાંગ્લાદેશની બેટિંગ મજબૂત, ભારતને T20મા હરાવવાની શાનદાર તકઃ લક્ષ્મણ

પીએમને મોકલ્યું આમત્રંણ
સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે મેચ માટે વડાપ્રધાન કાર્યાલયને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સાથે જ 2000મા6 બાંગ્લાદેશની સાથે પ્રથમ ટેસ્ટ રમનાર ટીમ ઇન્ડીયાના સભ્યોને સન્માનિત કરવાની યોજના છે જેમાં સચીન તેંડુલકર પણ સામેલ છે. આ સમારોહમાં ભારતના પ્રથમ ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિંદ્વા એમસી મેરી કોમ અને પીવી સિંધુને પણ સન્માનિત કરવામાં આવશે. 

India vs Bangladesh: ગાંગુલીએ કહ્યું- દિલ્હીમાં જ રમાશે પ્રથમ ટી20 મેચ

પહેલીવાર ડે નાઇટ ટેસ્ટ રમશે ટીમ ઇન્ડીયા
ભારત અને બાંગ્લાદેશ જ અત્યાર સુધી એવી ટીમો છે જેમણે અત્યાર સુધી કોઇ ડે-નાઇટ ટેસ્ટ રમી નથી. બંને ટીમો રવિવારથી શરૂ થઇ રહેલી ટી20 સીરીઝની પ્રથમ મેચ દિલ્હીમાં રમશે. આ સીરીઝ બાદ ટેસ્ટ સીરીઝ જેમાં બે ટેસ્ટ મેચ થશે. તેમાંથી પ્રથમ ટેસ્ટ ઇન્દોરમાં થશે અને અંતિમ ટેસ્ટ કલકત્તાની ડે-નાઇટ ટેસ્ટ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More