Home> Sports
Advertisement
Prev
Next

BCCIની તીવ્ર ઈચ્છા, ઈડન ગાર્ડનમાં રમાય પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ, BCBને પ્રસ્તાવ મોકલ્યો

થોડા સમય પહેલા સુધી ટીમ ઈન્ડિયા ડે નાઈટ મેચ રમવાની વિરુદ્ધમાં હતીં પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જ્યારથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા છે ત્યારથી બોર્ડનો દ્રષ્ટિકોણ બદલાયો છે.

BCCIની તીવ્ર ઈચ્છા, ઈડન ગાર્ડનમાં રમાય પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ, BCBને પ્રસ્તાવ મોકલ્યો

નવી દિલ્હી: થોડા સમય પહેલા સુધી ટીમ ઈન્ડિયા ડે નાઈટ મેચ રમવાની વિરુદ્ધમાં હતીં પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જ્યારથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા છે ત્યારથી બોર્ડનો દ્રષ્ટિકોણ બદલાયો છે. પહેલા ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મળીને આ મુદ્દે સહમતિ મેળવી અને ત્યારબાદ એવા અહેવાલ છે કે બોર્ડ આગામી ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનારી બે મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેત દિવસ રાત રમાડવા માંગે છે. 

fallbacks

કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં ભારતની પહેલી દિવસ રાત નાઈટ ટેસ્ટ મેચ થઈ શકે છે. જો કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હજુ તેના પર સહમતિ આપવાની બાકી છે. બીસીબીના ક્રિકેટ ઓપરેશન ચેરમેન અક્રમ ખાને રવિવારે પત્રકારોને કહ્યું કે તેમણે (બીસીસીઆઈ)એ અમને એક દિવસ રાત ટેસ્ટ પ્રસ્તાવ આપ્યો છે. અમે તેના પર ચર્ચા કરીને પછી તેમને જણાવીશું. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે આ અંગે અમને બે-ત્રણ દિવસ પહેલા એક પત્ર મળ્યો છે. અને અમે તે અંગે નિર્ણય લઈશું. પરંતુ અમે હજુ સુધી તેના પર ચર્ચા કરી નથી. અમે તેમને એક કે બે દિવસની અંદર આ નિર્ણય અંગે જણાવીશું. ગાંગુલીએ શુક્રવારે કહ્યું હતું કે ભારતીય કેપ્ટન વિરાટ દિવસ રાત ટેસ્ટ મેચ રમવા માટે સહમત છે અને ભારત બહુ જલદી ડે નાઈટ ટેસ્ટ મેચ રમી શકે છે. 

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ અગાઉ એક પણ ડે નાઈટ મેચ રમી નથી. પહેલી ડે નાઈટ ટેસ્ટ મેચ વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાઈ હતી. ત્યારથી ટીમ ઈન્ડિયાએ તેનો વિરોધ કર્યો હતો કારણ કે કહેવાતું હતું કે તે વખતે ઉપયોગમાં લેવાતો પિંક બોલ સ્પિનર્સને પરંપરાગત એસજી બોલની જેમ મદદરૂપ થતી નથી. 

ખેલ જગતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More