India vs England 5th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી બંને ટીમોના બેટરોએ કમાલનું પ્રદર્શન કર્યું છે અને રનનો વરસાદ કર્યો છે. પાંચમી ટેસ્ટની બીજી ઈનિંગમાં ભારત તરફથી યશસ્વી જાયસવાલ અને આકાશ દીપ વચ્ચે 107 રનની ભાગીદારી થઈ. યશસ્વી સદી ફટકારી હતી. તો આકાશદીપ અડધી સદી બનાવી આઉટ થયો હતો.
ટેસ્ટ સિરીઝમાં થયો કમાલ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી કુલ 18 વખત સદીની ભાગીદારી થઈ છે. જે 21મી સદીમાં સૌથી વધુ છે. તો 21મી સદીમાં આવું પ્રથમવાર થયું, જ્યારે કોઈ ટેસ્ટ સિરીઝમાં 18 વખત સદીની ભાગીદારી થઈ. આ પહેલા વર્ષ 2003-2004મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ હતી. તે સિરીઝમાં 17 સદીની ભાગીદારી થઈ હતી. હવે 21 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.
આ પણ વાંચોઃ અચાનક ઇંગ્લેન્ડ પહોંચ્યો રોહિત શર્મા, પાંચમી ટેસ્ટ જીતાડવામાં ટીમને કરશે મદદ ?
શુભમન ગિલે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા
ભારતીય કેપ્ટન શુભમન ગિલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 5 મેચમાં કુલ 754 રન બનાવ્યા છે, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે. કેએલ રાહુલ બીજા નંબર પર છે. તેણે 5 ટેસ્ટ મેચમાં કુલ 532 રન બનાવ્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. ઋષભ પંત ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર છે, પરંતુ તેણે શ્રેણીની ચાર મેચમાં 479 રન બનાવ્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે.
બીજી તરફ, નીચલા ક્રમમાં આવેલા રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પણ શાનદાર બેટિંગ કરી છે. આ બે ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. જાડેજાએ 463 રન બનાવ્યા હતા અને સુંદરે 231 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓએ શ્રેણીમાં એક-એક સદી ફટકારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે