IND vs ENG 2nd Test : બર્મિંગહામમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ હવે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડ સામે 180 રનની લીડ મેળવ્યા બાદ ભારતે પોતાની બીજી ઇનિંગમાં 1 વિકેટ ગુમાવીને 64 રન બનાવી લીધા છે. આ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 244 રનની લીડ મેળવી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ટેસ્ટ મેચ જીતવા માટે ભારતે ઇંગ્લેન્ડને કેટલા રનનો ટાર્ગેટ આપવો પડશે.
ઈંગ્લેન્ડને આટલો ટાર્ગેટ આપ્યો તો ભારતની જીત પાક્કી
બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડ માટે બેટિંગ કરવી સરળ રહેશે નહીં. આજ સુધી બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ક્યારેય 400 રનનો ટાર્ગેટ ચેઝ થયો નથી. આનો અર્થ એ થયો કે જો ભારત 400 રનનો આંકડો પાર કરે છે, તો તેની જીતવાની શક્યતા લગભગ 90-100 ટકા રહેશે. જો આપણે આ મેદાન પર સૌથી મોટા સફળ રન ચેઝ વિશે વાત કરીએ, તો આ રેકોર્ડ ઇંગ્લેન્ડ ટીમના નામે છે. જુલાઈ 2022માં બર્મિંગહામ મેદાન પર 378 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ઇંગ્લેન્ડે ભારતને 7 વિકેટથી હરાવ્યું હતું.
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ દરમિયાન જાડેજાએ રચ્યો ઈતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર સૌથી સફળ રન ચેઝ
કેટલો ટાર્ગેટ પૂરતો રહેશે ?
જો ભારત ઇંગ્લેન્ડને 400-450નો ટાર્ગેટ આપે છે, તો તેની જીત લગભગ નિશ્ચિત કહેશે. મોહમ્મદ સિરાજ, આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા સામે ઇંગ્લેન્ડ માટે 400 કે તેથી વધુ રનના ટાર્ગેટનો પીછો કરવો ખૂબ મુશ્કેલ બની જશે. બર્મિંગહામમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ ભયંકર છે. ભારતે 58 વર્ષથી બર્મિંગહામના મેદાન પર એક પણ ટેસ્ટ મેચ જીતી નથી. ભારતે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર અત્યાર સુધીમાં કુલ 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 8 મેચ હારી છે. ટીમ ઈન્ડિયાએ અહીં એક મેચ ડ્રો કરી છે.
ભારત 58 વર્ષમાં પહેલી વાર બર્મિંગહામમાં ત્રિરંગો લહેરાવશે!
ભારત પાસે 58 વર્ષમાં પહેલી વાર બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીતીને ત્રિરંગો લહેરાવાની તક હશે. ભારતના 587 રનના જવાબમાં, ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 407 રન બનાવ્યા. ભારતને પ્રથમ ઇનિંગના આધારે 180 રનની લીડ મળી છે. જો ભારતીય ટીમ બીજી ઇનિંગમાં સારી બેટિંગ કરે અને ઈંગ્લેન્ડને જીતવા માટે લગભગ 450 રનનો ટાર્ગેટ આપે, તો આ મેચ રોમાંચક બની શકે છે. ટેસ્ટ મેચમાં હજુ બે દિવસ બાકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે