Home> Sports
Advertisement
Prev
Next

IND vs ENG: ટીમ ઇન્ડીયાની શરમજનક હાર, ત્રીજી ટેસ્ટમાં ઇગ્લેંડે બાજી મારી

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટ (IND vs ENG 3rd Test) ના ચોથા દિવસે ટીમ ઇન્ડીયા (Team India) ના બેટ્સમેનના ખરાબ પ્રદર્શનના લીધે તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

IND vs ENG: ટીમ ઇન્ડીયાની શરમજનક હાર, ત્રીજી ટેસ્ટમાં ઇગ્લેંડે બાજી મારી

નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટ (IND vs ENG 3rd Test) ના ચોથા દિવસે ટીમ ઇન્ડીયા (Team India) ના બેટ્સમેનના ખરાબ પ્રદર્શનના લીધે તેમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને આ મેચમાં એક ઇનિંગ અને 76 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ હવે આ સીરીઝ 1-1 થી બરાબરી પર છે. 

fallbacks

બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન
ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીએ ગજબની સૂઝબૂઝ બતાવી અને અંગ્રેજોનો પરસેવો છોડાવી દીધો. પરંતુ ચોથા દિવસથી રમતની શરૂઆત થતાં જ ટીમ ઇન્ડીયાએ પહેલાં જ સેશનમાં પોતાની 8 વિકેટ ગુમાવી દીધી. પુજારા, કોહલી, રહાણે અને પંત તમામ બેટ્સમેન ચોથ દિવસે એકદમ ફ્લોપ રહ્યા. ત્યારબાદ ભારતે મોહંમદ શમીના રૂપમાં પોતાની સાતમી વિકેટ ગુમાવી. 
fallbacks
Virat Kohli ની ટીમના ખેલાડીએ છોકરી સાથે કરી હતી છેડતી, સામે આવ્યો શરમજનક કિસ્સો

પુજારા ફરીથી શતક ચૂક્યા
ઇંગ્લેડની ટીમ જ્યારે ઓલ આઉટ થઇ ત્યારે ટીમ ઇન્ડીયા 354 રનથી પાછળ હતી, પરંતુ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે મળીને ભારતીય ઇનિંગને સંભાળી, પુજારાએ લાંબા સમય બ આદ પોતાની ફિફ્ટી પુરી કરી. તે અત્યારે 180 બોલમાં 91 રન બનાવીને નોટ આઉટ હતા. શનિવારે તેમની પાસે સદી ફટકારવાની સોનેરી તક હતી, પરંતુ તે પોતાની ઇનિંગમાં કોઇપણ વધુ રન ઉમેર્યા વિના આઉટ થઇ ગયા. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More