IND vs ENG 4th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. ઇંગ્લેન્ડની ટીમને માન્ચેસ્ટરમાં ગ્રીન ટોપ પીચ મળી શકે છે. માન્ચેસ્ટરમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે સ્વિંગ અને સીમ બોલિંગ સૌથી મોટું પરિબળ રહેશે. ત્યારે માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવન કેવી હશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
ઓપનર્સ
યશસ્વી જયસ્વાલ માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ સાથે ઇનિંગની શરૂઆત કરશે. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ પોતાની ઝડપી બેટિંગથી ટીમ ઈન્ડિયાને આક્રમક શરૂઆત આપી શકે છે.
નંબર-3
ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શન માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં નંબર-3 પર બેટિંગ કરવા આવી શકે છે. તેથી કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ કરુણ નાયરનું પત્તુ પ્લેઇંગ ઇલેવનમાંથી કાપી શકે છે. ઇંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણી દરમિયાન, કરુણ નાયર અત્યાર સુધી 6 ઇનિંગ્સમાં 0, 20, 31, 26, 40 અને 14 રન બનાવી શક્યો છે. કરુણ નાયર ફ્લોપ રહેતા આ સિરીઝમાં ભારતની બેટિંગ લાઇનઅપમાં અત્યાર સુધી ઉથલપાથલ જોવા મળી છે. ખરાબ પ્રદર્શનને કારણે કરુણ નાયરની ટેસ્ટ કારકિર્દી ઇંગ્લેન્ડ પ્રવાસ પર જ સમાપ્ત થઈ શકે છે.
મિડલ ઓર્ડર
કેપ્ટન શુભમન ગિલ નંબર 4 પર બેટિંગ કરવા માટે ઉતરશે. રિષભ પંતને નંબર 5 પર બેટિંગની જવાબદારી સોંપવામાં આવશે. રિષભ પંત વિકેટકીપર બેટ્સમેન તરીકે રમશે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા નંબર 6 પર બેટિંગ કરવા માટે ઉતરી શકે છે. રવિન્દ્ર જાડેજા સ્પિન બોલિંગ તેમજ બેટથી ટીમ ઇન્ડિયાને મજબૂત બનાવશે.
આ ઓલરાઉન્ડર કટ થશે!
ઓફ-સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ટીમ ઇન્ડિયા માટે નંબર-7 પર બેટિંગ કરવા માટે આવી શકે છે. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી શકાય છે. નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તક આપવામાં આવી શકે છે. નીતિશ કુમાર રેડ્ડી ઇંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી.
ફાસ્ટ બોલર્સ
જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને આકાશદીપને ફાસ્ટ બોલર તરીકે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે.
ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે