IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે, જેમાં શુભમન બ્રિગેડ હાલમાં 1-2થી પાછળ છે. હવે આ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. આ મેચ ભારતીય ટીમ માટે 'કરો યા મરો' જેવી બની ગઈ છે. જો ભારતીય ટીમ આ મેચ હારી જાય છે, તો તે શ્રેણી પણ હારી જશે.
પંત-અર્શદીપ ઉપરાંત આ ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત
માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ભારતીય ટીમ તેના ખેલાડીઓની ઇજા સામે સંઘર્ષ કરી રહી છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ઈજા થતાં માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે ઉપ-કપ્તાન ઋષભ પંત તેના ડાબા હાથની તર્જની આંગળીમાં થયેલી ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. હવે ચોથી ટેસ્ટ મેચના માત્ર ત્રણ દિવસ પહેલા ભારતીય ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે.
ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલા મોટા સમાચાર, કરુણ નાયરની 'ઘર વાપસી'
આકાશ દીપ ઈજાગ્રસ્ત
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ફાસ્ટ બોલર આકાશ દીપને ઇજા થઈ છે. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં આકાશ દીપનું પ્રદર્શન ખાસ નહોતું અને તે ફક્ત એક જ વિકેટ લઈ શક્યો હતો. જોકે, એજબેસ્ટન ટેસ્ટ મેચમાં આકાશ દીપ બોલ સાથે શાનદાર પ્રદર્શન કરી 10 વિકેટો લીધી હતી. હવે ઈજાને કારણે આકાશ દીપની ફિટનેસ પર પ્રશ્નાર્થ છે અને માન્ચેસ્ટર ટેસ્ટમાં તેનું રમવું ચોક્કસ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે