Home> Sports
Advertisement
Prev
Next

IND vs ENG: ભારતના બેસ્ટ બોલરને ટેસ્ટ ટીમમાં નથી મળી રહી જગ્યા, કરિયર પર લાગ્યું ગ્રહણ?

ટીમ ઈન્ડિયા આ સમયે વિરાટ કોહલીની (Virat Kohli) કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડને પરેશાન કરી રહી છે. ભારતીય ટીમે બીજી ટેસ્ટ 151 રનથી જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ ઇન્ડિયાએ વિશ્વની દરેક ટીમ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે

IND vs ENG: ભારતના બેસ્ટ બોલરને ટેસ્ટ ટીમમાં નથી મળી રહી જગ્યા, કરિયર પર લાગ્યું ગ્રહણ?

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા આ સમયે વિરાટ કોહલીની (Virat Kohli) કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડને પરેશાન કરી રહી છે. ભારતીય ટીમે બીજી ટેસ્ટ 151 રનથી જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ ઇન્ડિયાએ વિશ્વની દરેક ટીમ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તેની પાછળ એક મોટું કારણ ભારતીય ટીમની બોલિંગ છે. પરંતુ હજુ પણ એક મુખ્ય બોલર ટેસ્ટ ટીમમાંથી બહાર છે.

fallbacks

આ બોલરને નથી મળી રહી તક
ટીમ ઈન્ડિયાના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર છે. ખરેખર તેની ફિટનેસ એક મોટો પ્રશ્ન રહે છે. ભુવી તાજેતરમાં જ ટીમના વાઈસ કેપ્ટન તરીકે શ્રીલંકા પ્રવાસ પર ગયો હતો, પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેની પસંદગી થઈ શકી ન હતી. હવે જે રીતે અન્ય બોલરોએ ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન મજબુત બનાવ્યું છે, તેનાથી લાગતું નથી કે ભુવી આગામી સમયમાં ટેસ્ટ ટીમમાં જોવા મળશે.

આ પણ વાંચો:- Rahul એ પોતાના દોસ્તની જગ્યા પર જમાવ્યો કબજો, હવે આ ખેલાડી માટે વાપસીનો દરવાજો બંધ!

કર્યું છે મજબૂત પ્રદર્શન
ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) એક મજબૂત બોલર છે અને તેનું સૌથી મોટું હથિયાર તેની સ્વિંગ બોલિંગ રહી છે. ભુવી જે રીતે બોલને સ્વિંગ કરે છે, ભારતનો અન્ય કોઈ બોલર તે કરી શકતો નથી. 2014 માં જ્યારે ભારતીય ટીમે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઈંગ્લેન્ડને હરાવ્યું ત્યારે ભુવીએ તે મેચની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી. આ સિવાય ભુવીએ 21 ટેસ્ટ મેચમાં 63 વિકેટ લીધી છે, જેમાંથી તેણે 4 વખત એક જ ઇનિંગમાં 5 વિકેટ લીધી છે.

આ પણ વાંચો:- ક્રિકેટના મેદાન પર આ દેશ સાથે અફઘાનિસ્તાનની ટક્કર થાય તેવું ઈચ્છે છે તાલિબાન

ટી 20 વર્લ્ડ કપમાં ઘણી આશાઓ
ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ભલે ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન ન મેળવી શકે, પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપમાં ટીમને તેની પાસેથી સંપૂર્ણ આશા છે. ભારતીય ટીમ આ વર્ષે વર્લ્ડ કપ જીતવાની સૌથી મોટી દાવેદાર છે અને ટીમનું સપનું સાકાર કરવા માટે ભુવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More