Home> Sports
Advertisement
Prev
Next

Video : રવિન્દ્ર જાડેજાએ લાઈવ મેચમાં ફેન્સને ટી-શર્ટ પર પહેરાવડાવી ટી-શર્ટ, ચાલુ મેચમાં ગજબ ડ્રામા, બ્રિટિશરો જોતા રહી ગયા

Ind vs Eng : ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેદાન પર એક ગજબ ડ્રામા જોવા મળ્યો. જ્યારે રવિન્દ્ર જાડેજા બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે એક ફેન્સની ટી-શર્ટને કારણે તેનું ધ્યાન ભંગ થઈ રહ્યું હતું.  

Video : રવિન્દ્ર જાડેજાએ લાઈવ મેચમાં ફેન્સને ટી-શર્ટ પર પહેરાવડાવી ટી-શર્ટ, ચાલુ મેચમાં ગજબ ડ્રામા, બ્રિટિશરો જોતા રહી ગયા

Ind vs Eng : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલ ટેસ્ટ મેચનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં 396 રન બનાવીને ઇંગ્લેન્ડને એટલો મોટો ટાર્ગેટ આપ્યો છે કે તેને ચેઝ કરવો તેમના માટે લગભગ અશક્ય છે. યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, આકાશ દીપ સિંહ અને વોશિંગ્ટન સુંદરે જોરદાર બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાને આ મજબૂત સ્થિતિમાં પહોંચાડી. ખાસ કરીને રવિન્દ્ર જાડેજાએ સમગ્ર શ્રેણી દરમિયાન કમાલ કર્યો છે.

fallbacks

ઓવલ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે બીજી ઇનિંગમાં જાડેજાએ 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે જાડેજા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મેદાન પર એક ગજબ ડ્રામા જોવા મળ્યો. બેટિંગ દરમિયાન, જાડેજા એક ફેન્સની ટી-શર્ટને કારણે નારાજ થઈ ગયો. સ્ટેડિયમમાં મેચ જોઈ રહેલા ચાહકે લાલ ટી-શર્ટ પહેરી હતી, જેના કારણે જાડેજા વારંવાર વિચલિત થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે અમ્પાયરને પોતાની સમસ્યા જણાવી. 

લાઈવ કેમેરા પર ફેન્સે ટી-શર્ટ બદલાવી

ફીલ્ડ અમ્પાયર કુમાર ધર્મસેનાએ થર્ડ અમ્પાયરને જાડેજાની સમસ્યા વિશે જણાવ્યું. પછી શું ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના સ્ટાફે ફટાફટ તે ફેન્સ માટે એક નવી ટી-શર્ટ લાવી અને તેને પહેરવાનું કહ્યું. ગ્રાઉન્ડ સ્ટાફે તે ફેન્સને ગ્રે કલરની ટી-શર્ટ આપી, જે તેણે તેના લાલ રંગની ટી-શર્ટ ઉપર પહેરી હતી. આ પછી જાડેજાએ પણ તેને હાથ ઉંચો કરીને તેની સમસ્યા સમજવા માટે અભિવાદન કર્યું. 

 

ઓવલમાં ભારત માટે જીતવાની શાનદાર તક

આ મેચની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા માટે ઓવલ ટેસ્ટ જીતવાની આ એક શાનદાર તક છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 224 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 247 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં, ભારતીય ટીમે 396 રન બનાવીને ઈંગ્લેન્ડ માટે મોટી સમસ્યા ઉભી કરી છે, કારણ કે ટાર્ગેટનો પીછો કરતી વખતે યજમાન ટીમે 50 રનમાં 1 વિકેટ ગુમાવી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More