Home> Sports
Advertisement
Prev
Next

IND vs IRE T20: સંજુ સેમસનનું મેચમાંથી કપાયું પત્તું, સોશિયલ મીડિયા પર ફેન્સ તુટી પડ્યા

IND vs IRE T20: ભારત-આયર્લેન્ડ વચ્ચે ડબલિનમાં રમાઈ રહેલી સીરિઝ પહેલા ટી20 માટે સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી.

IND vs IRE T20: સંજુ સેમસનનું મેચમાંથી કપાયું પત્તું, સોશિયલ મીડિયા પર ફેન્સ તુટી પડ્યા

IND vs IRE T20: ભારત અને આયર્લેન્ડ વચ્ચે ટી20 સીરિઝની આજે પહેલી મેચ રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ ટોસ જીત્યો છે. ત્યારે ટીમ ઇન્ડિયાએ આ મેચમાં અનુભવી બેટ્સમેન સંજુ સેમસનને પ્લેઇન્ગ ઇલેવનમાં સામેલ કર્યો નથી. સંજુને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવાને લઇને ફેન્સ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે. સંજુના ફેન્સ રિષભ પંતની સાથે સાથે બીસીસીઆઇને પણ ટ્રોલ કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયા ડબલિનમાં ટી20 સીરિઝની પહેલી મેચ રમશે. પરંતુ આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ છે.

fallbacks

ટીમ ઇન્ડિયાએ ડબલિનમાં ટી20 મેચ માટે ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિકને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા છે, પરંતુ સંજુને તેમાં જગ્યા આપવામાં આવી નથી. જે સંજુના ફેન્સને ગમ્યું નથી. ફેન્સે બીસીસીઆઇને ટ્વિટર પર આડે હાથ લીધું છે. તેમણે બીસીસીઆઇ અને રિષભ પંતને ટ્રોલ કર્યા.

ઉલ્લેખનીય છે કે, સંજુ ફોર્મમાં છે અને તેણે આઇપીએલ 2022 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સંજુએ ટીમ ઇન્ડિયા માટે છેલ્લી ટી20 મેચ ફેબ્રુઆરી 2022 માં રમી હતી. જ્યારે છેલ્લી વન ડે મેચ જુલાઈ 2021 માં રમી હતી. ત્યારબાદથી તેને ટીમ ઇન્ડિયામાં રમવાની તક મળી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More