Home> Sports
Advertisement
Prev
Next

Team India: ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ પહેલા ભારતને લાગ્યો ઝટકો, આ સ્ટાર ઓપનર ઈજાને કારણે થયો બહાર

Indian Cricket Team: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝની શરૂઆત 27 જાન્યુઆરીથી થશે. પ્રથમ મેચ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. યુવા ઓપનર ગાયકવાડ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. 
 

Team India: ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ પહેલા ભારતને લાગ્યો ઝટકો, આ સ્ટાર ઓપનર ઈજાને કારણે થયો બહાર

નવી દિલ્હીઃ Ind vs NZ T20 Series: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ટી20 સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો એક યુવા ખેલાડી ઈજાને કારણે બહાર થઈ ગયો છે. બંને દેશો વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝની શરૂઆત કાલ (27 જાન્યુઆરી) થી થશે. ટીમ ઈન્ડિયા મહેમાન ન્યૂઝીલેન્ડને વનડે સિરીઝમાં 3-0થી હરાવ્યા બાદ હવે ટી20 સિરીઝ માટે ઉતરશે. હવે કેપ્ટન હાર્દિક પંડ્યાની નજર ટી20 સિરીઝ જીતવા પર હશે. 

fallbacks

આ સ્ટાર ખેલાડી થયો બહાર
કાલથી શરૂ થઈ રહેલ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે ઋતુરાજના કાંડામાં ઈજા હોઈ શકે છે, જેથી તે બહાર થઈ ગયો છે. ઋતુરાજે ભારત માટે અત્યાર સુધી 9 ટી20 મેચ રમી છે, જેમાં તેણે આશરે 17ની એવરેજથી 135 રન બનાવ્યા છે. તેના નામે એક અડધી સદી છે. ગાયકવાડે પોતાનું ટી20 પર્દાપણ 2021માં શ્રીલંકા વિરુદ્ધ કર્યું હતું. તો તેણે પોતાનો અંતિમ મુકાબલો 2022માં આયર્લેન્ડ વિરુદ્ધ રમ્યો હતો. 

આ પણ વાંચોઃ બાબર આઝમને મળ્યું આઈસીસીનું સૌથી મોટું સન્માન, જાહેર થયો ક્રિકેટર ઓફ ધ યર-2022

ગાયકવાડને ટી20 સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે ટીમમાં ચોથા ઓપનર તરીકે હતો. ભારતીય ટીમમાં શુભમન ગિલ, ઈશાન કિશન અને પૃથ્વી શો જેવો ઓપનરો પહેલાથી સામેલ છે. 

ભારતીય ટીમ આ પ્રકારે છે
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઇસ કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, પૃથ્વી શો, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

સંભવિત પ્લેઇંગ 11: ઈશાન કિશન, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને શિવમ માવી.

આ પણ વાંચોઃ જેમના શિષ્યો ભારત માટે રમ્યા, ક્રિકેટના ‘દ્રોણાચાર્ય’ ગુરુચરણ સિંહને પદ્મશ્રી અપાયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More