Home> Sports
Advertisement
Prev
Next

વિરાટ-રોહિતની જેમ ફિટ બનવા ઈચ્છે છે ટીમના યુવા ખેલાડી

ટીમ ઈન્ડિયાની યુવા બ્રિગેડે ચહલ ટીવી પર ચેટ શો પર ખુલાસો કર્યો કે, તે વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ ફિટનેસ મેળવવા ઈચ્છે છે. ચહલ ટીવી પર આવેલી યુવા બ્રિગેડમાં શુભમન ગિલ, ખલીલ અહમદ, કુલદીપ યાદવ જેવા યુવા ખેલાડીઓ સામેલ હતા. 

વિરાટ-રોહિતની જેમ ફિટ બનવા ઈચ્છે છે ટીમના યુવા ખેલાડી

હેમિલ્ટનઃ શુભમન ગિલ અને ખલીલ અહમદ સહિત ભારતીય ટીમની યુવા બ્રિગેડનું કહેવું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયરની ફિટનેસ તેના માટે પ્રેરણાસ્ત્રોત છે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવે પણ તેની વાતમાં હા પાડી હતી. પોતાની સાથે ખેલાડી યુજવેન્દ્ર ચહલ સાથે વાતચીતમાં કુલદીપે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપથી છવાઇ જવાનો શ્રેય ટીમના આકરા ફિટનેસ કાર્યક્રમને આપ્યો હતો. 

fallbacks

વાતચીતનો આ વીડિયો બીસીસીઆઈ.ટીવી પર અપલોડ કરવામાં આવ્યો છે. કુલદીપે કહ્યું, એવું નથી કે હું ખૂબ કસરત કરુ છું. હું સારા ફિટનેસ કાર્યક્રમનું અનુસરણ કરુ છું, જે અમને આપવામાં આવે છે. તેનાથી ઘણી મદદ મળે છે. 

તેણે કહ્યું, રોહિત ભાઈ, વિરાટ ભાઈ જેવા સીનિયરોએ યુવાનોને ઘણા પ્રભાવિત કર્યા છે. તેની ફિટનેસ જોઈને અમને લાગે છે કે, અમારે પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઈએ. 

ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમદે કહ્યું, તમને ગમે ત્યારે રમવાની તક મળી શકે છે જેથી ખુદને ફિટ રાખવા જરૂર છે. વ્યાયમની આદત હોવી જોઈએ જેમ મંજન કરવાની આદત છે. 

IND vs NZ: વર્લ્ડ કપ પહેલા હવે માત્ર 7 મેચ, ફીલ્ડિંગ કોચ શ્રીધરે આપ્યું મહત્વનું નિવેદન

ગિલે કહ્યું, અમે ફિટનેસ શેડ્યૂલનું અનુસરણ કરીને પોતાની ફિટ રાખીએ છીએ. આ ટીમનો ભાગ બનીને હું ખુબ ખુશ છું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More