IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં વિરાટ કોહલી 11 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીની આ 300મી ODI મેચ હતી અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ તેને જોવા સ્ટેડિયમમાં આવી હતી. કોહલીને આજે કિસ્મતે સાથ ના આપ્યો, ફિલિપ્સે મુશ્કેલ કેચ લીધો અને તેને 11ના સ્કોર પર પેવેલિયન પરત મોકલી દીધો. આઉટ થયા બાદ અનુષ્કા શર્મા પણ ચોંકી ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઈંગ-11માં મોટો ફેરફાર...આ ખતરનાક ખેલાડીની એન્ટ્રી
રોહિત શર્મા અને શુભમન ગિલ જલ્દી આઉટ થયા બાદ કોહલી પર દબાણ અને જવાબદારી વધી ગઈ હતી. જોકે, તે પણ સસ્તામાં આઉટ થયો હતો. કોહલીએ 7મી ઓવરના ચોથા બોલ પર ઓફ સાઈડ પર શોટ રમ્યો હતો. પોઈન્ટ પર ઊભેલા ગ્લેન ફિલિપ્સે હવામાં કૂદકો મારીને શાનદાર કેચ પકડ્યો હતો. કોહલીના આઉટ થયા બાદ તમામ ભારતીય ચાહકો નિરાશ થઈ ગયા હતા. સ્ટેન્ડમાં બેઠેલી તેની પત્ની પણ ઉદાસ થઈ ગઈ હતી.
How difficult it is to see your favorite person getting out in this manner. Anushka Sharma looked very Sad after Virat Kohli got out.If anyone knows lips reading then please tell us what she is trying to say #ViratKohli𓃵 #ChampionsTrophy#INDvsNZ pic.twitter.com/WPwPNJuZuH
— Tide Bhai (@Public_Voice0) March 2, 2025
અનુષ્કા શર્માનું ચોંકાવનારું રિએક્શન
અનુષ્કા શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે વિરાટ કોહલીના આઉટ થયા બાદનો છે. અનુષ્કા નિરાશ દેખાય છે અને તેનું કપાળ પકડીને કંઈક બોલતી જોવા મળે છે. અનુષ્કા શર્માનું આ ચોંકાવનારું રિએક્શન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે અને યુઝર્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
IND vs NZ : જો ન્યુઝીલેન્ડને હરાવે, તો ટીમ ઈન્ડિયા કોની સામે રમશે સેમીફાઈનલ મેચ ?
કોહલી 300 મેચ રમનાર 7મો ભારતીય
વિરાટ કોહલીની આ 300મી ODI મેચ છે. આ આંકડાને સ્પર્શનાર તે ભારતનો 7મો ખેલાડી છે. સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ ODI રમી છે, તેણે પોતાની કારકિર્દીમાં 463 ODI રમી છે. તેમના સિવાય આ યાદીમાં એમએસ ધોની (350), રાહુલ દ્રવિડ (344), મોહમ્મદ અઝહરુદ્દીન (334), સૌરવ ગાંગુલી (311) અને યુવરાજ સિંહ (304)નો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે