Home> Sports
Advertisement
Prev
Next

SAvsIND: ભારત સામે વનડે સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, 9 મહિના બાદ ફાફની વાપસી

પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આફ્રિકા માટે છેલ્લે વનડે મેચમાં વિશ્વકપ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ઉતર્યો હતો. 6 જુલાઈએ તેણે પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી. 

SAvsIND: ભારત સામે વનડે સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, 9 મહિના બાદ ફાફની વાપસી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે થયેલા કારમા પરાજય બાદ હવે ઘર પર દક્ષિણ આફ્રિકાની ટીમનો સામનો કરવાનો છે. સોમવારે દક્ષિણ આફ્રિકા ક્રિકેટે ભારતની સાથે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે પોતાની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનું નામ પણ સામેલ છે. 

fallbacks

દક્ષિણ આફ્રિકા ક્રિકેટે ભારત વિરુદ્દ આ મહિને રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સોમવારે ટીમની જાહેરાત કરવામાં આવી અને તેમાં પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની વાપસી થઈ છે. આઈસીસી વિશ્વકપ બાદથી ડુ પ્લેસિસે આફ્રિકા માટે કોઈ વનડે મેચ રમી નથી. 

વિશ્વકપ બાદ વનડે ટીમમાં ફાફની વાપસી
પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આફ્રિકા માટે છેલ્લે વનડે મેચમાં વિશ્વકપ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ઉતર્યો હતો. 6 જુલાઈએ તેણે પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી. 

ભારતના પ્રવાસે આવનાર આફ્રિકાની ટીમ
ક્વિન્ટન ડિ કોક (કેપ્ટન), ટેમ્બા બાવુમા, વાન ડેર ડુસેન, ફાફ ડુ પ્લેસિસ, કાઇવલ વેરેયને, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, જાન જાન સ્મુટ્સ, એન્ડિલે ફેહલુકવાયો, લુંગી એન્ગિડી, લુથો સિપામ્લા, બ્યૂરેન હેન્ડ્રિક્સ, એનરિચ નોર્ત્જે, જોર્જ લિન્ડે, કેશવ મહારાજ. 

women t20 world cup 2020: ઓસ્ટ્રેલિયા રેકોર્ડ સાતમી વખત સેમિફાઇનલમાં, ન્યૂઝીલેન્ડ બહાર  

ભારત અને આફ્રિકા સિરીઝ કાર્યક્રમ
બંન્ને દેશો વચ્ચે ત્રણ વનડે મેચ રમાશે. પ્રથમ મેચ 12 માર્ચે ધર્મશાળામાં રમાશે. બીજી મેચ 15 માર્ચે લખનઉમાં રમાશે જ્યારે અંતિમ મેચ 18 માર્ચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાવાની છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More