Home> Sports
Advertisement
Prev
Next

સાઉથ આફ્રિક્ન ટીમને નવ નેજા પાણી ઉતારશે આ ભારતીય બોલર, IPL માં બતાવી હતી ઘાતક બોલિંગની ઝલક

સાઉથ આફ્રિક્ન ટીમને નવ નેજા પાણી ઉતારશે આ ભારતીય બોલર, IPL માં બતાવી હતી ઘાતક બોલિંગની ઝલક

નવી દિલ્લીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી 19 જૂન સુધી 5 ટી20 મેચોની સીરીઝ રમાશે. સિલેક્ટર્સે આ સીરીઝ માટે એક ખતરનાક ફાસ્ટ બોલરને પણ ચાન્સ આપ્યો છે. આઈપીએલમાં પણ આ ઘાતક બોલરે પોતાની અદભુત બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનને પરાસ્ત કર્યા છે. સાથે દુનિયાભરના ક્રિકેટ ચાહકોને પણ પોતાના ટેલેન્ટની ઝલક બતાવી હતી. હવે ઘાતક બોલર આફ્રિકન ટીમને હરાવવા નેટમાં પરસેવો પાડી રહ્યો છે.

fallbacks

દક્ષિણ આફ્રિકા સામે ઘાતક બનશે આ બોલર-
આ ફાસ્ટ બોલર સાઉથ આફ્રિકા માટે ઘાતક સાબિત થશે. આ ફાસ્ટ બોલર ડેથ ઓવરમાં યૉર્કર મારવા માટે સક્ષમ છે. હાલમાં યોજાયેલી આઈપીએલમાં આ બોલેરે વિરોધી ટીમના બેટર્સના છક્કા છોડાવ્યા હતા, જેના દમ પર આ બોલરની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે.

યૉર્કર ફેંકવામાં એક્સપર્ટ-
સિલેક્ટર્સે ડેથ ઓવરમાં સ્પેશિલિસ્ટ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની પ્રથમવાર પસંદગી કરી છે. અર્શદીપ સિંહ ભલે 13 મેચોમાં માત્ર 10 વિકેટ લીધી હોય, પણ બદલી-બદલી વાઈડ યૉર્કર અને બ્લોક હોલમાં બોલિંગ કરવાની ક્ષમતાએ તેમને ટીમ ઈન્ડિયામાં સ્થાન અપાવ્યું છે.

ડેથ ઓવર્સેમાં દમદાર બોલર-
અર્શદીપ સિંહ આઈપીએલ 2022માં ડેથ ઓવર્સમાં પંજાબ કિંગ્સ માટે એક દમદાર બોલર રહ્યો છે. અર્શદીપ સિંહની 7.31ની ઈકોનોમી આઈપીએલની બેસ્ટ છે. ડેથ ઓવર્સમાં અર્શદીપ યોર્કર ફેંકી દમદાર બોલિંગ કરી રહ્યો છે.

પ્રેશરમાં સારું પર્ફોમ કરી રહ્યો છે અર્શદીપ-
અર્શદીપે પ્રશેરમાં સિચુએશનમાં પણ સારું પર્ફોમન્સ આપ્યું છે. અર્શદીપ પ્રેશરમાં પણ શાંત રહીને ડેથ ઓવરમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. જેનાથી ખબર પડે છે કે અર્શદીપ ખુબ તેજીથી આગળ વધી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો છે.

ભારતીય ટી20 ટીમ-
લોકેશ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વાઈસ કેપ્ટન, વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેન્કટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More