Home> Sports
Advertisement
Prev
Next

INDvsSA: નવી જર્સી થઈ લોન્ચ, હવે આ સ્પોન્સરની સાથે પ્રથમવાર રમશે કોહલી એન્ડ કંપની

બાઇજુસ કંપની હવે ભારતીય ટીમની જર્સી પર સ્માર્ટફોન બનાવનારી કંપની ઓપ્પોનું સ્થાન લેશે. 

INDvsSA: નવી જર્સી થઈ લોન્ચ, હવે આ સ્પોન્સરની સાથે પ્રથમવાર રમશે કોહલી એન્ડ કંપની

ધરમશાળાઃ ભારતીય ક્રિકેટ ટીમ (Team India) પોતાના નવા મુખ્ય પ્રાયોજક બાઇજુસ (Byju's)નું નામ પોતાની જર્સી પર લઈને રવિવારે પ્રથમવાર મેદાનમાં ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સુધી ભારતીય ટીમ ઓપ્પોની સાથે રમી રહી હતી. ભારતીય ટીમનો સામનો અહીંના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના મેદાન પર દક્ષિણ આફ્રિકાની સાથે પ્રથમ ટી20 મુકાબલામાં થશે. બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાવાની છે. 

fallbacks

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 25 જુલાઈએ શૈક્ષણિક ટેકનોલોજી તથા ઓનલાઇન શિક્ષા પ્રદાન કરનારી કંપની બાઇજુસને ભારતીય ટીમનું મુખ્ય સ્પોન્સર બનાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વાતની જાહેરાત તે સમયે થઈ ગઈ હતી કે બેંગલુરૂ સ્થિત આ કંપની હવે ભારતીય ટીમની જર્સી પર સ્માર્ટફોન બનાવનારી કંપની ઓપ્પોનું સ્થાન લેશે. 

બાઇજુસ આ વર્ષે પાંચ સપ્ટેમ્બરથી 31 માર્ચ 2022 સુધી ભારતીય ટીમની સત્તાવાર પ્રાયોજક રહેશે. ઓપ્પોએ માર્ચ 2017મા 1079 કરોડ રૂપિયામાં પાંચ વર્ષ માટે (માર્ચ 2022 સુધી) ભારતીય ટીમના પ્રાયોજકના અધિકાર હાસિલ કર્યાં હતા.

ઓપ્પોએ પરંતુ આ કરારને વચ્ચે પૂરો કરી દીધો અને આ વચ્ચે બીસીસીઆઈએ 2022 સુધી બાઇજુસને ઓનબોર્ડ કર્યું. 

છેલ્લા 30 વર્ષમાં લિમિટેડ ઓવર ક્રિકેટમાં ભારતને ઘણા મુખ્ય સ્પોન્સર મળ્યા, જેના નામ પોતાની જર્સીના આગળના ભાગમાં લઈને આ ટીમ મેદાનમાં ઉતરી, પ્રેક્ટિસ સત્રમાં ઉતરી અને પત્રકાર પરિષદમાં ભાગ લીધો. 

IND vs SA: આજથી ટી20 સિરીઝનો પ્રારંભ, યુવા ખેલાડીઓ પર રહેશે નજર
 

આ દરમિયાન ભારતીય ટીમની સાથે વિલ્સ (જે લગભગ એક દાયકા સુધી મુખ્ય સ્પોન્સર રહ્યું), સહારા (તે પણ આશરે એક દાયકા સુધી રહ્યું), સ્ટાર અને ઓપ્પો મુખ્ય સ્પોન્સર તરીકે જોડાયેલા રહ્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More