Home> Sports
Advertisement
Prev
Next

IND vs SA : સૌથી વધુ રન બનાવનાર ડેન પિડ્ટનું જ સ્ટમ્પ તોડ્યું મોહમ્મદ શમીએ...

India vs South Africa : વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા તરફથી બીજી ઇનિંગમાં સૌથી વધુ રન ફટકારી બેટ્સમેન ડેન પિડ્ટે ભારત માટે પડકાર ઉભો કર્યો હતો. જોકે ભારતીય ફાસ્ટર બોલર મોહમ્મદ શમીએ ડેન પિડ્ટને આઉટ તો કર્યો સાથોસાથ એનું સ્ટમ્પ પણ તોડ્યું..

IND vs SA : સૌથી વધુ રન બનાવનાર ડેન પિડ્ટનું જ સ્ટમ્પ તોડ્યું મોહમ્મદ શમીએ...

વિશાખાપટ્ટનમ : ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં પહેલી મેચમાં શાનદાર જીત મેળવી હતી. આ મેચના પાંચમા દિવસે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાની ઘાતક બોલિંગ નાંખતાં એસીએ વીડીસીએ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ધ્રુજાવી દીધા હતા. દક્ષિણ આફ્રિકાની 9મી વિકેટ માટે ડેન પિડ્ટ સેનુરાન મુતુસામીની મોટી ભાગીદારીને સ્ટમ્પ તોડી સમાપ્ત કરી હતી. 

fallbacks

શમીએ ઝડપી મહત્વની ત્રણ વિકેટ
શમીએ મેચના આખરી દિવસે લીધેલી પાંચ વિકેટની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને બીજી ઇનિંગમાં 191 રનમાં ઓલ આઉટ કરી 203 રનથી મેચ જીતી લીધી હતી. ફાસ્ટ બોલર શમીએ ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ અને પહેલી ઇનિંગમાં સદી કરનાર કિંટન ડી કોકને આઉટ કરી ભારતને જીતના ઉંબરે પહોંચાડ્યું હતું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

When @mdshami.11 strikes 😮😮 #TeamIndia #INDvSA

A post shared by Team India (@indiancricketteam) on

છેલ્લે પણ શમીએ કહેર વર્તાવ્યો
પાછલા ક્રમમાં ડેન પિડ્ટે 107 રનમાં 56 રનની ઇનિંગ રમી હતી. તેણે સેનુરાન મુતુસામી (49) સાથે નવમી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. અહીં પણ શમી ભારત માટે સંકટ મોચક સાબિત થયો હતો અને પિડ્ટને પણ ક્લિન બોલ્ડ કર્યો હતો. પાંચ વિકેટમાંથી શમીએ ચાર તો બોલ્ડ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More