Home> Sports
Advertisement
Prev
Next

IND vs WI: ટીમમાંથી વિરાટ બહાર થતા ખુબ જ ખુશ થશે આ ખેલાડી, આખરે મળી ગયો રમવાનો મોકો

વિરાટ કોહલી હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T20 અને શ્રીલંકા વિરુદ્ધની ત્રણ મેચની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે હવે ટીમમાં કોઈ ખેલાડીનું સ્થાન નિશ્ચિત થઈ શકે છે. આ ખેલાડીનું નામ શ્રેયસ અય્યર છે. ટીમમાં ઘણા બેટ્સમેન અને ઓલરાઉન્ડર આવવાના કારણે શ્રેયસને વારંવાર તક મળી રહી ન હતી.

IND vs WI: ટીમમાંથી વિરાટ બહાર થતા ખુબ જ ખુશ થશે આ ખેલાડી, આખરે મળી ગયો રમવાનો મોકો

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતીય ટીમ આવતીકાલે સીરિઝની છેલ્લી T20 મેચમાં ટકરાશે. ત્યારબાદ ભારતીય ટીમ T20 સીરિઝમાં શ્રીલંકા સામે ટકરાશે. પરંતુ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને ઋષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયા છે. વિરાટના બહાર જવાથી એક ખેલાડી ખૂબ જ ખુશ હશે કારણ કે હવે તે ફરી એકવાર ટીમમાં વાપસી કરી શકે છે.

fallbacks

વિરાટ બહાર થતા ખુશ થશે આ પ્લેયર
વિરાટ કોહલી હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T20 અને શ્રીલંકા વિરુદ્ધની ત્રણ મેચની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે હવે ટીમમાં કોઈ ખેલાડીનું સ્થાન નિશ્ચિત થઈ શકે છે. આ ખેલાડીનું નામ શ્રેયસ અય્યર છે. ટીમમાં ઘણા બેટ્સમેન અને ઓલરાઉન્ડર આવવાના કારણે શ્રેયસને વારંવાર તક મળી રહી ન હતી. પરંતુ વિરાટના ગયા બાદ આ ખેલાડી ફરી પાછા આવી શકે છે. અય્યરને રોહિત શર્મા તરફથી પણ કંઈ ખાસ સપોર્ટ મળ્યો નથી. પરંતુ આ બેટ્સમેન કેટલો સક્ષમ છે તેનાથી આખી દુનિયા વાકેફ છે.

ત્રીજા કે ચાર નંબર પર મળી શકે છે તક
વિરાટની જગ્યાએ શ્રેયસ અય્યરને નંબર ત્રણ કે ચાર નંબરે મોકો મળી શકે છે. જો શ્રેયસ અય્યરને નંબર ત્રણના બદલે ચોથા નંબર પર ઉતારવામાં આવે તો સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર રમી શકે છે. આ બેટ્સમેન આ નંબર પર બેટિંગ કરી ચૂક્યો છે. અય્યર એક મજબૂત બેટ્સમેન છે અને તેણે મિડલ ઓર્ડરમાં પોતાનું પ્રદર્શન બતાવી ચૂક્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં 80 રનની ઈનિંગ રમી હતી. આ ખેલાડી સફેદ બોલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે.

ક્લીન સ્વીપ પર રહેશે ભારતની નજર
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચ 6 વિકેટે અને બીજી મેચ 8 રનથી જીતી હતી. આ સાથે જ ભારતે શ્રેણી પર કબ્જો કરી લીધો હતો. હવે 20 ફેબ્રુઆરીએ રમાનાર ત્રીજી T20 મેચમાં ભારત ક્લીન સ્વીપ વિશે વિચારશે. આ મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. બધાની નજર વિરાટ કોહલીના સ્થાને આવનાર બેટ્સમેન પર રહેશે. સાથે જ કેપ્ટન રોહિત શર્મા પણ બોલિંગમાં ફેરફાર કરી શકે છે.

ભારતીય T20 ટીમ:
રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, દીપક હુડા, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર જાડેજા. ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ અને અવેશ ખાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More