Home> Sports
Advertisement
Prev
Next

IND vs WI: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ટી20 સિરીઝમાંથી બહાર થયો રોહિતનો ખાસ ખેલાડી

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને એક ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર ઈજાને કારણે બહાર થઈ ગયો છે. 

IND vs WI: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ટી20 સિરીઝમાંથી બહાર થયો રોહિતનો ખાસ ખેલાડી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ 16 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ રમવાની છે. ભારતીય ટીમે હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝમાં 3-0થી જીત મેળવી હતી. હવે કેપ્ટન રોહિત શર્માની ટીમ ટી20 સિરીઝમાં પણ આ કમાલ કરવા ઈચ્છશે. પરંતુ આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. 

fallbacks

બહાર થયો આ દિગ્ગજ ઓલરાઉન્ડર
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. સુંદરની હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે, જેના કારણે તે બહાર થયો છે. સુંદર બહાર થવાથી ટીમને એક ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પહેલાથી જ બહાર છે. હવે સુંદર પણ આ સિરીઝમાં રમશે નહીં. 

પહેલાથી બહાર છે આ બે ખેલાડી
હાલમાં બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝમાં વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બહાર થઈ ચુક્યા છે. રોહિતને ટી20 સિરીઝ પહેલા એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક કહ્યું દુનિયાને અલવિદા, શોકમાં ડૂબ્યું ક્રિકેટ જગત

આ બે ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
અક્ષર પટેલ અને કેએલ રાહુલ બહાર થયા બાદ ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે તેના સ્થાને બે અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરી લીધા છે. પસંદગીકારોએ રાહુલ અને અક્ષરની જગ્યાએ દીપક હુડ્ડા અને ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કર્યા છે. ગાયકવાડ રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે. તો દીપક હુડ્ડાએ વનડે સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, વેંકટેશ અય્યર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, ઋુતુરાજ ગાયકવાડ અને દીપક હુડ્ડા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More