Home> Sports
Advertisement
Prev
Next

IND vs WI: કેપ્ટન વિરાટ કોહલી વાંચી રહ્યો હતો આ પુસ્કર, તસ્વીર થઈ વાયરલ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પોતાના વલણને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે પોતાના ગુસ્સાને કારણે ઘણીવાર આલોચનાનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 
 

IND vs WI: કેપ્ટન વિરાટ કોહલી વાંચી રહ્યો હતો આ પુસ્કર, તસ્વીર થઈ વાયરલ

નવી દિલ્હીઃ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પોતાના વલણને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે પોતાના ગુસ્સાને કારણે ઘણીવાર ટીકાનો સામનો કરવો પડ્યો છે. હરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હકીકતમાં વિરાટ કોહલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટના બીજા દિવસે પેવેલિયનમાં બેસીને એક પુસ્તક વાંચતો જોવા મળ્યો, જેનું નામ 'ડિટોક્સ યોર ઇગો' (Detox your Ego) છે. 

fallbacks

આ પુસ્તક સ્વતંત્રતા, ખુશી અને સફળતા અપાવવાની 7 સરળ ટિપ્સ આપવાનો દાવો કરે છે. આ પુસ્તક વાંચતી તેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીર પર ક્રિકેટ ફેન્સની રસપ્રદ પ્રતિક્રિયા પણ જોવા મળી રહી છે. મહત્વનું છે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ એન્ટીગામાં રમાઇ રહી છે. આજે તેનો ત્રીજો દિવસ છે. 

ઉલ્લેખનીય છે કે પ્રવાસ માટે ટીમ પસંદગી પહેલા કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે અણબનાવની વાત સામે આવી હતી. ખબરોમાં દાવો કરવામાં આવ્યો કે ઈંગ્લેન્ડમાં રમાયેલ વનડે વિશ્વ કપ દરમિયાન આ બંન્ને ખેલાડીઓ વચ્ચે બરાબર નથી. પરંતુ વિરાટે આ વાતનું ખંડન કર્યું હતું અને માત્ર અફવા ગણાવી હતી. 

આ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી-2017 દરમિયાન તેના અને તત્કાલીન કોચ અનિલ કુંબલે વચ્ચે તણાવની ખબરો પણ મીડિયામાં છવાયેલી  રહી હતી. પરંતુ આ મુદ્દા પર બંન્નેએ કંઇન કહ્યું. વિપક્ષી ખેલાડી પણ વિરાટ પર વધુ આક્રમક હોવાનો આરોપ લગાવે છે. વિરાટે પણ ઘણીવાર ખુદને વધુ આક્રમક હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More