Home> Sports
Advertisement
Prev
Next

IND vs WI: ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું, ‘આ સીરીઝની શોધ છે વિહારી’

ટીમ ઇન્ડિયાને વેસ્ટઇન્ડિઝ પ્રવાસમાં (India vs West Indies) ફરી એકવાર ક્લીન સ્વીપ કરવામાં સફલતા મળી છે. ટી-20 સીરીઝ બાદ ટીમ ઇન્ડિયાએ વેસ્ટઇન્ડિઝને જમૈકામાં થયેલી મેચમાં 257 રનથી હરાવી બે ટેસ્ટની સીરીઝ પણ ક્લીન સ્વીપ કરી દીધી છે

IND vs WI: ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું, ‘આ સીરીઝની શોધ છે વિહારી’

કિંગ્સટન (જમૈકા): ટીમ ઇન્ડિયાને વેસ્ટઇન્ડિઝ પ્રવાસમાં (India vs West Indies) ફરી એકવાર ક્લીન સ્વીપ કરવામાં સફલતા મળી છે. ટી-20 સીરીઝ બાદ ટીમ ઇન્ડિયાએ વેસ્ટઇન્ડિઝને જમૈકામાં થયેલી મેચમાં 257 રનથી હરાવી બે ટેસ્ટની સીરીઝ પણ ક્લીન સ્વીપ કરી દીધી છે. આ સીરીઝને જીત્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મેન ઓફ ધ મેચ હનુમા વિહારીની ખુબ જ પ્રશંસા કરી હતી. વિરાટ કોહલીએ આ સીરીઝમાં હનુમા વિહારી ટીમની નવી શોધ છે.

fallbacks

આ પણ વાંચો:- સૌથી વધુ વિકેટઃ ત્રણેય ફોર્મેટમાં ટોપ પર છે શ્રીલંકન બોલર

ટીમ ઇન્ડિયામાં જમૈકામાં બીજી ટેસ્ટના ચોથા દિવસે 468 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમને 210 રન પર ઓલઆઉટ કરી મેચ જીતી લીધી હતી. આ મેચમાં હનુમા વિહારીએ પહેલી ઇનિંગ્સમાં 111 રન બનાવ્યા હતા અને ત્યારબાદ બીજી મેચમાં પણ નાબાદ 53 રનોની ઇનિંગ રમ્યો હતો. તેણે એન્ટિંગામાં થયેલી પ્રથમ મેચમાં પણ 32 રન અને 93 રનની ઇનિંગ્સ રમ્યો હતો. જેના કારણે વિહારી આ સીરીઝમાં સૌથી વધારે રન બનાવનાર બેસ્ટમેન બની ગયો છે. બોલરોના પ્રભુત્વ ધરાવતા આ ટેસ્ટમાં વિહારીના પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

આ પણ વાંચો:- IndvsWI: બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી સચિન-ટાઇગર પટૌડીના લિસ્ટમાં સામેલ થયો વિહારી

એન્ટિગામાં થયેલી પ્રથમ ટેસ્ટમાં વિહારીને લઇ વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું, મને લાગે છે કે આ સીરીઝમાં હનુમા વિહારી ટીમ ઇન્ડિયાના શોધ છે. જે રીતે તેણે દબાણમાં બેટિંગ કરી છે, તેની ક્ષમતા શ્રેષ્ઠ છે. તેનો સ્વભાવ ઉત્તમ હતો. બોલરો સારા છે. અજિંક્ય રહાણેએ તેમનો ફોર્મ પાછો મેળવ્યો તે જોઈને આનંદ થયો.

આ પણ વાંચો:- ચાર્જશીટ જોયા પહેલા શમી પર કોઈ કાર્યવાહી નહિઃ બીસીસીઆઈ

વિરાટે બુમરાહની પ્રશંસા કરતા તેને આ સમયે ક્રિકેટની દુનિયાનો સંપૂર્ણ બોલર કહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાની બોલિંગ હુમલો એક સાથે સફળ થઈ રહી છે અને કેપ્ટન તરીકે આ જોઇને ખુશી થાય છે. આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહએ હેટ્રિક સહિત 6 વિકેટ લઇ વેસ્ટ ઇન્ડિઝને 117 રન પર ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. વિરાટે બુમરાહ ઉપરાંત રવિન્દ્ર જાડેજાની પણ પ્રશંસા કરતા કહ્યું કે, તેણે બેટ અને બોલ બંને વડે સારૂ પ્રદર્શન કર્યું હતું.

જુઓ Live TV:-

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More