Home> Sports
Advertisement
Prev
Next

IND vs WI: જમૈકા ટેસ્ટ માટે વિન્ડિઝની ટીમમાં એક ફેરફાર, આ ઓલરાઉન્ડરને મળી તક

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શુક્રવારથી જમૈકાના સબીના પાર્કમાં રમાશે. સિરીઝમાં ભારતને 1-0ની લીડ મેળવી લીધી છે. 
 

IND vs WI: જમૈકા ટેસ્ટ માટે વિન્ડિઝની ટીમમાં એક ફેરફાર, આ ઓલરાઉન્ડરને મળી તક

નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ માટે વેસ્ટ ઈન્ડિઝે પોતાના 13 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ માટે વિન્ડીઝે ઓલરાઉન્ડર કીમો પોલને તક આપી છે. તેને ફાસ્ટ બોલર મિગુએલ કમિન્સના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શુક્રવારથી જમૈકાના સબીના પાર્કમાં રમાશે. 

fallbacks

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે (WICB) કહ્યું કે, એડીની ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાં ન રમનાર કીમો પોલ હવે પસંદગી માટે ઉપલબ્ધ છે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝની વચગાળાની પસંદગી સમિતિએ વિકેટકીપર જાહમાર હેમિલ્ટનને સ્ક્વોડમાં બનાવી રાખ્યો છે. આ વચ્ચે શેન ડાઉરિચ એડીની ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થયા બાદ રિહેબ માટે બારબાડોસ પરત ફરી ચુક્યો છે. 

ઉલ્લેખનીય છે કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાઇ રહેલી સિરીઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ મેચમાં કેરેબિયન ટીમને 318 રને પરાજય આપ્યો હતો. હવે વિરાટ બ્રિગ્રેડ પાસે હાલના પ્રવાસમાં ટી20 અને વનડે સિરીઝ બાદ ટેસ્ટમાં પણ વિન્ડીઝનું સૂપડુ સાફ કરવાની તક છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ ટીમ કિંગસ્ટનમાં ન માત્ર સિરીઝ બચાવવા ઈચ્છશે, પરંતુ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ પણ હાસિલ કરવા ઈચ્છશે. 

INDvsWI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટ જીતશે તો દેશનો નંબર-1 કેપ્ટન બની જશે કોહલી 
 

બીજી ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રેગ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, શમરાહ બ્રૂક્સ, જોન કૈમ્પબેવ, રોસ્ટન ચેઝ, રહકીમ કોર્નવોલ, જાહમાર હેમિલ્ટન, શેનોન ગ્રૈબિયલ, શિમરોન હેટમાયર, શાઈ હોપ, કીમો પોલ, કેમાર રોચ.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More