Home> Sports
Advertisement
Prev
Next

વેસ્ટઇન્ડિઝ એ સામે છવાયા ઈશાંત, ઉમેશ અને કુલદીપ, ટીમ ઇન્ડિયાની સ્થિતિ થઇ મજબૂત

ભારતીય ખેલાડી વેસ્ટઇન્ડિઝ સામે સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. ઇન્ડિયા એ અને ટીમ ઇન્ડિયા બંને ટીમોએ અત્યાર સુધીમાં સારૂ પ્રદર્શન કર્યું છે. હવે આ પણ ભારત અને વેસ્ટઇન્ડિઝ-એની ટીમ વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં પણ જોવા મળી રહ્યું છે

વેસ્ટઇન્ડિઝ એ સામે છવાયા ઈશાંત, ઉમેશ અને કુલદીપ, ટીમ ઇન્ડિયાની સ્થિતિ થઇ મજબૂત

નવી દિલ્હી: ભારતીય ખેલાડી વેસ્ટઇન્ડિઝ સામે સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. ઇન્ડિયા એ અને ટીમ ઇન્ડિયા બંને ટીમોએ અત્યાર સુધીમાં સારૂ પ્રદર્શન કર્યું છે. હવે આ પણ ભારત અને વેસ્ટઇન્ડિઝ-એની ટીમ વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં પણ જોવા મળી રહ્યું છે. મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું અને વેસ્ટઇન્ડિઝ-એને માત્ર 181 રન પર ઓલઆઉટ કર્યું ત્યારપછી હવે બીજી ઇનિંગ્સમાં પોતાની લીડ 200 રન કરી લીધી છે.

fallbacks

આ પણ વાંચો:- DDCAનો મોટો નિર્ણય, ફિરોઝશાહ કોટલામાં બનશે 'વિરાટ કોહલી સ્ટેન્ડ'

શરૂઆતથી જ છવાયા ભારતીય બોલર્સ
પહેલા ટીમ ઇન્ડિયાએ શનિવારે 5 વિકેટ પર 297 રનના સ્કોર પર પોતાની ઇનિંગ્સ આગળ વધારી ન હતી અને વેસ્ટઇન્ડિઝ-એને બેટિંગ કરવા કહ્યું. વેસ્ટઇન્ડિઝ-એની ઇનિંગ્સને ઇશાંત શર્મા શરૂઆથમાં જ ઝટકો આપતા પહેલી બે વિકેટ (સોલોજાનો અને કિંગ) 30 રનના સ્કોર પર ઝડપી પાડી હતી અને ત્યારબાદ સ્કોર 50ને પાર થયો. ઉમેશ યાદવે ડેરેન બ્રાવોને આઉટ કર્યો. મેજબાન ટીમની પાંચ વિકેટ માત્ર 94 રન પર પડી ગઇ હતી. જેમાંથી કેવેમ હોજની 51 રનની ઇનિંગ્સ પણ સામેલ હતી. હોઝને ઇશાંત શર્માએ આઉટ કર્યો.

આ પણ વાંચો:- સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરાતો ક્રિકેટર છે કોહલી, જાણો બીજા સ્થાને કોણ?

સસ્તામાં સમેટાઇ મેજબાન ટીમ
ત્યારબાદ જોનાથન કાર્ટર (26) અને કેપ્ટન જેમર હેમિલ્ટન (33)ની ઇનિંગ્સ ઉપરાંત વેસ્ટઇન્ડિઝ-એ ટીમનો કોઇ ટકી શક્યો નહીં અઅને ટીમ 181 રન પર રમેટાઇ ગઇ. જેનાથી ટીમ ઇન્ડિયાને પહેલી ઇનિંગ્સમાં 116 રનની લડી મળી. ટીમ ઇન્ડિયા માટે ઇશાંત શર્મા, કુલદીપ યાદવ અને ઉમેશ યાદવે ત્રણ ત્રણ વિકેટ લીધી. એક ખેલાડીને જાડેજાએ રન આઉટ કર્યો. આ ઉપરાંત બુમરાહ, નવદીપ સૈની અને રવિન્દ્ર જાડેજાને કોઇ સફળતા મળી નહોતી.

આ પણ વાંચો:- ક્રિકેટર હાર્દિક અને ક્રુણાલ પંડ્યાએ ખરીદી નવી લૈમ્બોર્ગિની કાર, તમે પણ જુઓ- PHOTOS

રહાણે-વિહારી જામ્યા ક્રીઝ પર
ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગ્સમાં મયંક અગ્રવાલ (13) ફરી એકવાર નિષ્ફળ રહ્યો પરંતુ ત્યારબાદ કેપ્ટન રહાણે અને હનુમા વિહારીએ ટીમને સંભાળી અને દિવસની રમત પૂરો થવા સુધી પોતાની વિકેટ બચાવી રાખી.રહાણે 20 રન અને વિહારી 48 રન બનાવી ક્રીઝ પર અણનમ છે અને બીજી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાનો સ્કોર એક વિકેટના નુકાસન પર 54 રન થઇ ગયો છે. આ રીતે ટીમ ઇન્ડિયાને 200 રનની લીડ મળી અને ઘણી મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે.

આ પણ વાંચો:- એશિઝ 2019: માર્કસ લાબુશેને રચ્યો ઈતિહાસ, મેચની વચ્ચે ટીમમાં થયો સામેલ

ટીમ ઇન્ડિયાની પહેલી ટેસ્ટ મેચ 22 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. જો કે ભારતની આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની પહેલી મેચ હશે. આ ટેસ્સ સીરીઝમાં ટીમ ઇનિડિયાને બે ટેસ્ટ રમવાની છે. ત્યારબાદ 15 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. તે દરમિયાન આ ત્રણ ટી-10 અને બે ટેસ્ટ મેચ રમાશ.

જુઓ Live TV;- 

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More