Home> Sports
Advertisement
Prev
Next

ભારતે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસ માટે કરી ટીમની જાહેરાત, હાર્દિક બન્યો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે રમાનારી સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર રોહિત અને કોહલીને આરામ આપવામાં આવ્યો છે. 
 

ભારતે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસ માટે કરી ટીમની જાહેરાત, હાર્દિક બન્યો કેપ્ટન

મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે સિરીઝ માટે શિખર ધવનને કેપ્ટન બનાવ્યો છે. જ્યારે ટી20 સિરીઝમાં હાર્દિક પંડ્યા કેપ્ટન હશે. કમિટીએ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી વનડે અને ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માને કમાન સોંપી છે. આ વખતે ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. ઉમરાન મલિક અને શાહબાઝ અહમદને તક મળી છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તો વિશ્વકપની ટીમમાં સામેલ દિનેશ કાર્તિક અને આર અશ્વિનને ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં તક આપવામાં આવી નથી. 

fallbacks

ન્યૂઝીલેન્ડ સામે ટી20 ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત, શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝની ટીમ
શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત, શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન અને ઉમરાન મલિક.

ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમ

પ્રથમ T20I - 18 નવેમ્બરે વેલિંગ્ટનમાં

બીજી T20I - 20 નવેમ્બરે માઉન્ટ મોન્ગનુઈમાં

ત્રીજી T20I - 22 નવેમ્બરે નેપિયરમાં

પ્રથમ ODI - 25 નવેમ્બરે ઓકલેન્ડમાં

બીજી ODI - 27 નવેમ્બરે હેમિલ્ટનમાં

ત્રીજી ODI - 30 નવેમ્બરે ક્રાઇસ્ટચર્ચમાં

બાંગ્લાદેશ સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર અને યશ દયાલ. 

બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, કેએસ ભરત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્દમ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More