Home> Sports
Advertisement
Prev
Next

એશિયનગેમ્સની જાહેરાત: સ્વીમિંગમાં ગુજરાતના ચમકતા 2 તારલાઓની એન્ટ્રી, દેશ સાથે રાજ્યનું રોશન કરશે નામ

Asian Games Hangzhou: સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) એ શનિવારે ટીમની જાહેરાત કરી, જેમાં 21 સભ્યો સ્વિમિંગમાં, બે ડાઈવિંગમાં અને 13 વોટરપોલોમાં સામેલ છે. વોટરપોલો ટીમના ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી નથી.

એશિયનગેમ્સની જાહેરાત: સ્વીમિંગમાં ગુજરાતના ચમકતા 2 તારલાઓની એન્ટ્રી, દેશ સાથે રાજ્યનું રોશન કરશે નામ

Asian Games Hangzhou:  ચીનની યજમાનીમાં આ વર્ષે એશિયન ગેમ્સ-2023 રમાવાની છે. આ માટે ભારતમાંથી 36 ખેલાડીઓની ટીમની જાહેરાત કરવામાં આવી છે. માત્ર આ 36 સભ્યોની ટીમ જ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારે એક ગુજરાતીઓની છાતી ગદગદ ફૂલાઈ જાય એવા એક સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી વિજય નહેરાના પુત્ર આર્યનની પસંદગી કરવામાં આવી છે, સાથે મહિલા ટીમમાં માના પટેલની પણ પસંદગી કરાઈ છે.

fallbacks

આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ફૂંકાશે મિની વાવાઝોડા! કડાકા ભડાકા સાથે તૂટી પડશે મેઘો

બ્રોન્ઝ મેડલ વિજેતાને તક
ભૂતપૂર્વ બ્રોન્ઝ મેડલ વિજેતા વીરધવલ ખાડે સહિત 36 સભ્યોની સ્વિમિંગ ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં હેંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સ-2023માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) એ શનિવારે ટીમની જાહેરાત કરી, જેમાં 21 સભ્યો સ્વિમિંગમાં, બે ડાઈવિંગમાં અને 13 વોટરપોલોમાં સામેલ છે. વોટરપોલો ટીમના ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી નથી.

અંબાલાલ પટેલની ખૂબ જ ડરામણી આગાહી; એક બે નહીં, ગુજરાતના આ નદીઓમાં આવશે વિનાશક પૂર!

સાજન પ્રકાશ અને નટરાજની જોડી પણ સામેલ
અનુભવી ખાડે સિવાય 12 સભ્યોની પુરુષોની સ્વિમિંગ ટીમમાં સાજન પ્રકાશ અને શ્રીહરિ નટરાજની સ્ટાર જોડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે છે. ફ્રીસ્ટાઈલ, બટરફ્લાય અને મેડલી ઈવેન્ટ્સમાં પારંગત સાજન પ્રકાશ ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઈનલમાં ક્વોલિફાઈ થવાથી ચૂકી ગયો હતો. જ્યારે, ખાડેએ 2010 એશિયન ગેમ્સમાં 50 મીટર બટરફ્લાયમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હાલમાં જ નેશનલ ચેમ્પિયનશિપમાં ચાર નેશનલ રેકોર્ડ બનાવનાર અનીશ ગૌડા અને આર્યન નેહરાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ગામમાં પાણી કે પાણીમાં ગામ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો

ભારતીય ટીમ:

  • સ્વિમિંગ મેનઃ અનીશ ગૌડા, અદ્વૈત પેજ, આર્યન નેહરા, આનંદ એએસ, કુશાગ્ર રાવત, લખિત એસપી, સાજન પ્રકાશ, શ્રીહરિ નટરાજ, તનિશ જ્યોર્જ મેથ્યુ, ઉત્કર્ષ પાટીલ, વિશાલ ગ્રેવાલ અને વીરધવલ ખાડે.ઓ.
  • સ્વિમિંગ વુમન: અનન્યા નાયક, દિનિધિ દેશિંગુ, હાશિકા રામચંદ્રન, લિનેશ એકે, માના પટેલ, નીના વેંકટેશ, પલક જોશી, શિવાંગી સરમા અને વૃતિ અગ્રવાલ. 
  • ડાઇવિંગ મેન: સિદ્ધાર્થ બજરંગ પરદેશી, હેમન લંડન સિંહ.
  • વોટર પોલોના 13 ખેલાડીઓ.

અહીં ભગવાને મનમૂકીને પાથર્યું છે કુદરતી સૌદર્ય, પણ અફસોસ તમે નહી જઇ શકો, જાણો કારણ

વિજય નેહરાના પુત્ર
ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરનાર આર્યન રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી વિજય નેહરાના પુત્ર છે. વિજય નેહરાના બંને પુત્રો સ્વિમર છે. નેહરા 2001 બેચના IAS અધિકારી છે. હાલમાં વિજય નેહરા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ છે. તેમની પાસે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડની જવાબદારી પણ છે. નેહરા મૂળ રાજસ્થાનના સીકરના છે. નેહરા રસાયણશાસ્ત્રમાં એમએસસી છે અને તેમણે આઈઆઈટી બોમ્બેમાં અભ્યાસ કર્યો છે.

ગોંડલમાં ફરી આખલા યુદ્ધ જામ્યું: બે આખલાઓ દુકાનમાં ઘૂસ્યા, હચમચાવી દે તેવો VIDEO

ઉલ્લેખનીય છે કે, આર્યન મેહરાએ હૈદરાબાદમાં બે દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતીને દક્ષિણમાં ગુજરાતનું નામ રોશન કર્યું. ગુજરાતના ઉભરતા સ્વિમર આર્યન નેહરાએ વધુ એક રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. એશિયન ગેમ્સની તૈયારી કરતી વખતે સ્વીમર આર્યન નેહરાએ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો અને 3 જુલાઈએ અહીં રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. આર્યન આ વર્ષે બીજી વખત એશિયન ગેમ્સના ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ માટે 8:01.81 સેકન્ડનો સમય લીધો હતો.

પાવાગઢ મંદિરમાં દર્શન માટે જાઓ તો ધ્યાન રાખજો, વાહનો માટે લેવાયો આ મોટો નિર્ણય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More