Home> Sports
Advertisement
Prev
Next

ભારત માટે આ સિરીઝ જીતવાની સુવર્ણ તકઃ સ્ટીવ વો

પૂર્વ ઓસ્ટ્રેલિયા કેપ્ટન સ્ટીવ વો પણ માને છે કે, આ વખતે ટીમ ઈન્ડિયાની પાસે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવાની પક છે. તેને મહાન ખેલાડી ગણાવતા કહ્યું કે, ભારત અહીં ઈતિહાસ રચી શકે છે. 
 

ભારત માટે આ સિરીઝ જીતવાની સુવર્ણ તકઃ સ્ટીવ વો

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કહ્યું કે, 4 મેચોની આગામી સિરીઝ ભારત માટે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ  ટેસ્ટ સિરીઝ જીતવાની સુવર્ણ તક છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં 6 ડિસેમ્બરે રમાશે. વોએ  ઈએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, મને લાગે છે કે, આ સુવર્ણ તક છે. તે લાંબા સમયથી આ પ્રવાસની તૈયારી કરી  રહ્યાં હશે. આ રસપ્રદ સિરીઝ હશે. 

fallbacks

AUS vs IND- આક્રમક, પરંતુ ખેલભાવનાથી રમોઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ એડિંગ્સે ટીમને કહ્યું

તે પૂછવા પર ઓસ્ટ્રેલિયા ટીમ વિરાટ કોહલીના બેટ પર અંકુશ કેમ લગાવશે, વોએ કહ્યું, તે મહાન ખેલાડી છે  અને તેંડુલકર તથા લારાની જેમ તેને મોટા મુકાબલા પસંદ છે. 

57.04 કરોડ આપીને ઝારખંડનો સૌથી મોટો કરદાતા બન્યો એમએસ ધોની

પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે કહ્યું કે, ભારતીય ટીમ મુખ્ય રૂપથી કોહલી પર નિર્ભર રહેશે. તેણે કહ્યું, વિરાટ આ  સમયે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. ભારતને તેની પાસે મોટી ઈનિંગની આશા હશે પરંતુ તેની પાસે બીજા  બેટ્સમેન છે. આ રીતે ઓસ્ટ્રેલિયાની પાસે પણ છે. તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ભારતને મોટો પડકાર  આપશે જેમાં મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ સામેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More