Home> Sports
Advertisement
Prev
Next

India vs Australia: DRSથી ફરી નારાજ થયો કેપ્ટન કોહલી


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ચોથી મેચ મોહાલીમાં રમાયો હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતીને પાંચ મેચોની સિરીઝમાં 2-2થી બરોબરી હાસિલ કરી લીધી છે. સિરીઝનો અંતિમ મેચ બુધવારે દિલ્હીમાં રમાશે. 
 

India vs Australia: DRSથી ફરી નારાજ થયો કેપ્ટન કોહલી

મોહાલીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પંજાબ ક્રિકેટ એસોસિએશન મોહાલીમાં સિરીઝના ચોથા વનડે મેચમાં મહેમાન ટીમે ભારતને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ પર 358 રનનો વિશાળ સ્કોર બનાવ્યો જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 13 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. 

fallbacks

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એશ્ટન ટર્નર વિરુદ્ધ ડીઆરએસ અપીલના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. મેન ઓફ ધ મેચ ટર્નરે 43 બોલ પર 84 રનની ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી વિજય અપાવવામાં શાનદાર ભૂમિકા ભજવી હતી. 

ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 44મી ઓવરમાં યુજવેન્દ્ર ચહલ બોલિંગ કરી રહ્યો હતો. ચહલનો બોલ ટપ્પ પડ્યા બાદ બહાર નિકળ્યો હતો. ટર્નરે શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે અસફળ રહ્યો હતો. પરંતુ વિકેટકીપર રિષભ પંતે બોલને પકડીને બેલ્ટ ઉડાવી દીધા હતા. પંચે કેચની જોરદાર અપીલ કરી હતી. તો સ્ક્વેર લેગ પર ઉભેલા અમ્પાયરે સ્ટમ્પ માટે ત્રીજા અમ્પાયરની તરફ ઈશારો કર્યો હતો. 

રિવ્યૂમાં સાફ થયું કે ટર્નરનો પગ ક્રીઝની અંદર હતો અને તેવામાં સ્ટમ્પ આઉટનો સવાલ થતો નથી. પરંતુ જ્યાં સુધી કેચની વાત હતી તો એવું લાગ્યું કે, કોઈ અવાજ થયો છે. પરંતુ શું આ કેચ હતો. પરંતુ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હતું કે, બોલ જ્યારે બેટથી આગળ નિકળી ગયો અને ત્યારબાદ સ્પાઇક આવ્યા છે. અમ્પાયરે તેને વાઇડ બોલ આપ્યો હતો. ભારતીય ટીમ વિશેષકરીને કેપ્ટન વિરાટ કોહલી મોટી સ્ક્રીન પર તેને જોઈને ખુશ ન જોવા મળ્યો. 

કોહલીએ મેચ બાદ કહ્યું, ડીઆરએસ બધા માટે ચોંકાવાનારુ રહ્યું. લગભગ દરેક મેચ બાદ તેના પર ચર્ચા થવા લાગી છે. ડીઆરએસના પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ જોવા મળી રહ્યો છે. તે મેચ માટે ખૂબ મહત્વની ક્ષણ હતા. 

આ પહેલા શુક્રવારે રાંચીમાં ડીઆરએસની વધુ એક ભૂલ સામે આવી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન  એરોન ફિન્ચ આઉટ થવા પર બોલ ટ્રેકિંગ વિવાદ થયો હતો. જ્યાં કુલદીપ યાદવનો બોલ લેગ સ્ટમ્પની લાઇનમાં લાગી રહ્યો હતો, પરંતુ બોલ ટ્રેકિંગમાં દેખાઈ રહ્યું હતું કે, તે મિડલ અને લેગ સ્ટમ્પ પર છે. પરંતુ ફિન્ચ બંન્ને રીતે આઉટ હતો પરંતુ આ ભૂલે ઘણા પૂર્વ ક્રિકેટરોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તેમાં શેન વોર્નર અને માર્ક વો જેવા ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More