Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS, 2nd Test: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં આ ખતરનાક ખેલાડીઓને મળી જગ્યા!

IND vs AUS, 2023: ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 132 રનથી હરાવી દીધુ અને ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાશે. 

IND vs AUS, 2nd Test: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં આ ખતરનાક ખેલાડીઓને મળી જગ્યા!

IND vs AUS, 2023: ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 132 રનથી હરાવી દીધુ અને ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાશે. દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર ટીમ ઈન્ડિયા 36 વર્ષથી કોઈ ટેસ્ટ મેચ હારી નથી. આવામાં બીજી ટેસ્ટ મેચને જો ભારત જીતી લેશે તો પછી ચાર મેચોની આ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા તેને હરાવી શકશે નહીં. 

fallbacks

બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત?
17 ફેબ્રુઆરીથી દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમ પર રમાનારી આ ટેસ્ટ મેચ અગાઉ ટીમ ઈન્ડિયામાં મોટો  ફેરફાર થયો છે. વાત જાણે એમ છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ માટે હવે ભારતની ટીમમાં 17ની જગ્યાએ 16 ખેલાડીઓ થયા છે જેની જાહેરાત BCCI એ પોતે કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની બીજી મેચ દિલ્હીમાં રમાવવાની છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને BCCI એ ટીમમાંથી રિલીઝ કર્યો છે. જયદેવ ઉનડકટ રણજીમાં સૌરાષ્ટ્ર તરફથી રમે છે. 2022-23ની રણજી સીઝનમાં સૌરાષ્ટ્રે કર્ણાટકની ટીમને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. જયદેવના ગયા બાદ હવે ભારતીય ટીમાં 17ની જગ્યાએ 16 ખેલાડીઓ રહી ગયા છે. 

WPL 2023: ઓક્શન પહેલાં ગુજરાત જાયન્ટ્સે ધમાકેદાર અંદાજમાં લોન્ચ કર્યો લોગો

 

ભારતે માત્ર 3 દિવસમાં જીતી ટેસ્ટ, અશ્વિન-જાડેજા આગળ ઓસ્ટ્રેલિયા ધૂંટણિયે પડ્યું

રવિન્દ્ર જાડેજાએ આંખના પલકારામાં કરી નાખી મસમોટી ભૂલ, તમને પણ વિશ્વાસ નહીં આવે

બીજી ટેસ્ટ માટે ભારતની 16 સભ્યોની ટીમ
કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શુભમન ગીલ, કે એસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, ઈશાન કિશન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More