Home> Sports
Advertisement
Prev
Next

ભારતને હરાવવાના ચક્કરમાં સ્ટીવ સ્મિથ ફસાયો, મેચમાં બેઈમાની કરતા કેમેરામાં થયો કેદ

જે એકવાર બેઈમાની કરે છે તે વારંવાર બેઈમાની કરે છે. ફેન્સ આ કહેવત સ્ટીવ સ્મિથ (Steve Smith) માટે ઉપયોગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર સ્ટીવ સ્મિથને લઇને ફેન્સ રોષે ભરાયા છે અને ટ્વિટર પર સ્મિથ માટે ટ્રેન્ડ કરી રહ્યો છે. 'ચીટર' ('Cheater')

ભારતને હરાવવાના ચક્કરમાં સ્ટીવ સ્મિથ ફસાયો, મેચમાં બેઈમાની કરતા કેમેરામાં થયો કેદ

નવી દિલ્હી: બોલ ટેંપરિંગ મામલા બાદ રમત જગતમાં સ્ટીવ સ્મિથ (Steve Smith)ની ખુબજ બદનામી થઈ હતી. એક વર્ષના બે બાદ તેણે ક્રિકેટમાં વાપસી કરી અને ધીરે ધીરે આ વાત બધા ભૂલવા લાગ્યા હતા. પરંતુ ફરી એકવાર સ્મિથે કંઇક એવું કર્યું કે, ત્યારબાદ તેના પર સવાલ ઉઠવા લાગ્યા છે.

fallbacks

આ પણ વાંચો:- ભારતે ઓસ્ટ્રેલિયાને કેવી રીતે ન જીતવા દીધી સિડની ટેસ્ટ? જાણો મેચની 5 મોટી વીતો

જે એકવાર બેઈમાની કરે છે તે વારંવાર બેઈમાની કરે છે. ફેન્સ આ કહેવત સ્ટીવ સ્મિથ (Steve Smith) માટે ઉપયોગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર સ્ટીવ સ્મિથને લઇને ફેન્સ રોષે ભરાયા છે અને ટ્વિટર પર સ્મિથ માટે ટ્રેન્ડ કરી રહ્યો છે. 'ચીટર' ('Cheater').

આ પણ વાંચો:- AUS vs IND: ભારત માટે દીવાલ બન્યા અશ્વિન-વિહારી, સિડની ટેસ્ટ ડ્રો

સ્ટીવ સ્મિથ ફરી બન્યો ચીટર
મેચની ચોથી ઈનિંગ્સ દરમિયાન જ્યારે ડ્રિંક્સ બ્રેક પડ્યો ત્યારે ઋષભ પંત (Rishabh Pant) પિચ છોડી પાણી પીવા જતો રહ્યો હતો. તે દરમિયાન સ્ટીવ સ્મિથ (Steve Smith) તકનો લાભ લઈ તેના બુટથી પિચને નુકસાન પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ વિકેટ લેવા માટે મહેનત કરી રહી હતી, ત્યારે સ્મિથે તેમને બોલરની મદદ કરવાનો પ્રયત્ન કરવામાં આ હરકત કરી હતી. સ્ટીવ સ્મિથ (Steve Smith)ની આ હરકત સ્ટંપ્સમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ, પરંતુ ઓસ્ટ્રેલિયાની મીડિયાએ તેને સંતાડવાનો પ્રયત્ન કર્યો અને તે દરમિયાન ટીવી પર જૂની ફૂટેજ દેખાડવા લાગ્યા હતા.

આ પણ વાંચો:- 'કાળા કુતરા ઘરે જા'... સિડનીમાં સિરાજ અને બુમરાહ સાથે દર્શકોના ગેરવર્તનનો વીડિયો આવ્યો સામે

ટીમ ઇન્ડિયાને હરાવવાના ચક્કરમાં સ્થિમની આ હરકત ફેન્સને પસંદ આવી નથી અને સ્મિથને ખુબ જ ટ્રોલ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More