Home> Sports
Advertisement
Prev
Next

માત્ર 44 દિવસમાં ત્રણેય ફોર્મેટમાં પર્દાપણ કરી નટરાજને રચ્યો ઈતિહાસ, સેહવાગે કરી પ્રશંસા

29 વર્ષીય તમિલનાડુના ટી નટરાજનને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર નેટ બોલર તરીકે મોકલવામાં આવ્યો હતો. નટરાજન શુક્રવારે એક પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર ભારતીય ક્રિકેટર બની ગયો છે. તેણે 2 ડિસેમ્બર 2020ના વનડેમાં પર્દાપણ કર્યુ હતું. ત્યારબાદ 4 ડિસેમ્બરે આ પ્રવાસમાં ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું. 
 

માત્ર 44 દિવસમાં ત્રણેય ફોર્મેટમાં પર્દાપણ કરી નટરાજને રચ્યો ઈતિહાસ, સેહવાગે કરી પ્રશંસા

બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (વનડે, ટી20, ટેસ્ટ)માં પર્દાપણ કરનાર ભારતના ડાબા હાથના ફાસ્ટ બોલર ટી નટરાજન (T Natarajan)ની કહાની કોઈ પરીકથાથી ઓછી નથી. નટરાજનને આ સફર પૂરી કરવા માટે માત્ર 44 દિવસ લાગ્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. નટરાજન એક જ પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં પર્દાપણ કરનાર પ્રથમ ક્રિકેટર છે. 

fallbacks

સદી ફટકારનાર લાબુશેનને કર્યો આઉટ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રેસબેન ટેસ્ટના પ્રથમ દિવસે આ 29 વર્ષીય બોલરે પહેલા વિકેટકીપર મેથ્યૂ વેડ (Mathew Wade) અને પછી સદી ફટકારનાર માર્નસ લાબુશેન  (Marnus Labuschagne)ને આઉટ કર્યો હતો. વેડ 45 અને લાબુશેન 108 રન બનાવી આઉટ થયા હતા. સૌથી ઓછા દિવસમાં ત્રણેય ફોર્મેટમાં પર્દાપણ કરવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના પીટર ઇન્ગ્રામના નામે નોંધાયેલો છે, જેણે 12 દિવસમાં આ સિદ્ધિ હાસિલ કરી હતી. 

આ લિસ્ટમાં પાકિસ્તાનનો એઝાઝ ચીમા (15 દિવસ) તો સાઉથ આફ્રિકાનો કાઇલ એબટ (16 દિવસ) ત્રીજા નંબર પર છે. 

વ્યક્ત કરી ખુશી
નટરાજનની ખુબ ઓછા સમયમાં આ સફરને જોઈ ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag)એ પણ ખુશી વ્યક્ત કરી છે. વીરૂએ ટ્વીટ કર્યુ, 'નટરાજનની કહાની સપનાથી બની છે. આ યુવા ખેલાડીને જોઈ ખુશી થઈ રહી છે.'

આ પણ વાંચોઃ AUS vs IND: લાબુશેનની સદી, પ્રથમ દિવસના અંતે કાંગારૂનો સ્કોર 274/5

ભારતીય ટીમમાં 4 ફેરફાર
ઈજાને કારણે પેસર જસપ્રીત બુમરાહ, આર અશ્વિન, હનુમા વિહારી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બ્રિસબેન ટેસ્ટ રમી શક્યા નહીં. બ્રિસબેન ટેસ્ટમાં નટરાજન સિવાય બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરે પણ પર્દાપણ કર્યુ છે. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર સાથે ઉતરી છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More