Home> Sports
Advertisement
Prev
Next

Team India માટે આવ્યા ખરાબ સમાચાર, બીજી ટેસ્ટમાંથી અચાનક બહાર થયા 2 મેચ વિનર

Team India News: બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ પહેલાં ટીમ ઇન્ડીયા માટે એકદમ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડીયાના બે મેચ વિનર ખેલાડી અચાનક બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચોની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયા છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરના રોજ ઢાકામાં રમાશે. 

Team India માટે આવ્યા ખરાબ સમાચાર, બીજી ટેસ્ટમાંથી અચાનક બહાર થયા 2 મેચ વિનર

IND vs BAN, 2nd Test: બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ પહેલાં ટીમ ઇન્ડીયા માટે એકદમ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડીયાના બે મેચ વિનર ખેલાડી અચાનક બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચોની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઇ ગયા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરે ઢાકામાં રમાશે બે મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારત 1-0 થી આગળ છે. ટીમ ઇન્ડીયા આ બીજી ટેસ્ટ મેચ જીતીને 2-0 થી ટેસ્ટ સીરીઝ પર કબજો કરવા માંગે છે. 

fallbacks

બીજી ટેસ્ટમાંથી અચાનક બહાર થયા 2 મેચ વિનર ખેલાડી
BCCI એ મંગળવારે મોટું અપડેટ આપતાં જણાવ્યું કે ટીમ ઇન્ડીયાના કેપ્ટન રોહિત શર્મા પોતાના ડાબા અંગુઠાની ઇજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા. રોહિત શર્મા બીસીસીઆઇની મેડિકલ ટીમની દેખરેખમાં છે. રોહિત શર્માને બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી વનડે દરમિયાન અંગૂઠામાં ઇજા પહોંચી હતી. આ ઉપરાંત ફાસ્ટ બોલર નવદીપ સૈની પેટની માંસપેશીઓના ખેંચાણના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. 

આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા

ટીમ ઇન્ડીયા માટે આવ્યા ખરાબ સમાચાર
BCCI ની મેડિકલ ટીમનું માનવું છે કે ટીમ ઇન્ડીયાના કેપ્ટન રોહિત શર્માને અંગૂઠાની ઇજા ઠીક થવામાં સમય જોઇએ. ભારતીય કેપ્ટન રોહિત શર્માને પહેલાંની માફક બેટીંગ અને ફિલ્ડીંગમાં જોરદાર બતાવવા માટે પોતાનું રિહેબિલિટેશન પુરૂ કરવું પડશે. તેના લીધે રોહિત શર્મા બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી અને અંતિમ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહી. નવદીપ સૈની પણ પેટની માંસપેશીઓ માં તણાવના લીધે બીજી ટેસ્ટમાં બહાર થઇ ગયા છે. ફાસ્ટ બોલર નવદીપ સૈનીને હવે એનસીએમાં રિપોર્ટ કરવો જોઇએ. 

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતની અપડેટેડ ટીમઃ
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મો. સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઇશ્વરન, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.

આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More