India vs England 1st T20I: ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ માટે સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ તૈયારી કરી લીધી છે. સૂર્યા પહેલેથી જ તેની કેપ્ટનશિપની છાપ છોડી ચૂક્યો છે. ટીમની પ્રેક્ટિસ પરથી આનો અંદાજ લગાવી શકાય છે. સૂર્યા એન્ડ કંપનીએ 23 જાન્યુઆરીએ ઈડન ગાર્ડન્સ ખાતે વિજય માટે 'માસ્ટર પ્લાન' તૈયાર કર્યો છે. ભારતીય ટીમે ભીના બોલથી પ્રેક્ટિસ કરી હતી, આનું રહસ્ય સૂર્યાએ પોતે ખોલ્યું છે.
ભીના બોલથી કરી પ્રેક્ટિસ
ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે બુધવારે રમાનાર પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઝાકળની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે મંગળવારે અહીં ભીના બોલ સાથે પ્રેક્ટિસ કરી હતી. આવા સંજોગોમાં યજમાન ટીમ બે સ્પિનરો સાથે જઈ શકે છે. ઈડન ગાર્ડન્સમાં વર્ષના આ સમયે ઝાકળ કાયમી ચિંતાનો વિષય છે. ઝાકળને કારણે બોલને પકડવો મુશ્કેલ બની જાય છે, તેથી ત્રીજા સ્પિનરને મેદાન પર ઉતારવાનું મોંઘી સાબિત થઈ શકે છે.
દુનિયાના આ 5 સૌથી અસુરક્ષિત દેશ, મહિલાઓ જવાનું ભૂલથી પણ ના વિચારે; થઈ જાય છે હત્યા
શું કહ્યું સૂર્યકુમાર યાદવ?
ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ અંગે સૂર્યાએ કહ્યું કે, 'જો અમને ખબર છે કે ઝાકળ પડવાની છે તો ભીના બોલથી તૈયારી શરૂ કરી દઈએ છીએ. તમે પ્રેક્ટિસ સેશન દરમિયાન ભીના બોલથી બોલિંગ શરૂ કરો છો. જો ભીના બોલથી ફિલ્ડિંગ પણ કરો છો, તો આ એવી વસ્તુઓ છે જે તમારા નિયંત્રણમાં છે.'
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!
કયા 2 સ્પિનરોને મળી શકે તક?
ઈંગ્લેન્ડ સામે પ્લેઈંગ 11માં વરુણ ચક્રવર્તી અને વાઈસ કેપ્ટન અક્ષર પટેલને સ્થાન મળી શકે છે. આવી સ્થિતિમાં રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદરને તેમના વારાની રાહ જોવી પડી શકે છે. જો કે, બિશ્નોઈએ ટી20 મેચમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે