Home> Sports
Advertisement
Prev
Next

IND vs ENG: બુમરાહે રચ્યો ઇતિહાસ, આજસુધી દિગ્ગજ બોલરો પણ મેળવી શક્યા નથી આ સિદ્ધિ

ટીમ ઇન્ડીયા અત્યારે ઇંગ્લેંડ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરીઝનો ચોથો મુકાબલો ચાલે છે. આ સીરીઝમાં ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે જ ભારત માટે રમતાં એક મોટો રેકોર્ડ હવે જસપ્રીત બુમરાહે પોતાના નામે કરી લીધો છે. 

IND vs ENG: બુમરાહે રચ્યો ઇતિહાસ, આજસુધી દિગ્ગજ બોલરો પણ મેળવી શક્યા નથી આ સિદ્ધિ

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા અત્યારે ઇંગ્લેંડ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરીઝનો ચોથો મુકાબલો ચાલે છે. આ સીરીઝમાં ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે જ ભારત માટે રમતાં એક મોટો રેકોર્ડ હવે જસપ્રીત બુમરાહે પોતાના નામે કરી લીધો છે. 

fallbacks

બુમરાહે રચ્યો ઇતિહાસ
ટીમ ઇન્ડીયાના યુવા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ભારત માટે એક એવો રેકોર્ડ બનાવી લીધો છે જે મોટા-મોટા બોલરો બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. બુમરાહ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 100 વિકેટ લેનાર ફાસ્ટ બોલર બની ગયા છે. બુમરાહે આ કારનામો ફક્ત 24 ટેસ્ટ મેચમાં જ કરી બતાવ્યો છે. આજસુધી તેમનાથી ઝડપી કોઇપણ આ કમાલ કરી શક્યું નથી. આ મામલે બુમરાહે મોટા મોટા બોલરોને પાછળ મુકી દીધા છે. 

Rohit Sharma ની સદી પર ખુશીથી નાચી ઉઠી વાઈફ Ritika Sajdeh, કેપ્ટન Virat Kohli પણ પોતાને રોકી ના શક્યો

કપિલ દેવને પાછળ છોડ્યા
બુમરાહે સૌથી ફાસ્ટ 5 વિકેટ લેવાના મામલે ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવને પણ પાછળ છોડી દીધા છે. કપિલ દેવને 100 વિકેત 25 ટેસ્ટ મેચોમાં પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત ઇરફાન પઠાને 100 વિકેટ 28 મેચોમાં, મોહમંદ શમીએ 29 મેચોમાં, જાવાગલ શ્રીનાથે 30 અને ઇશાંત શર્માએ 33 મેચોમાં પ્રાપ્ત કરી હતી. પરંતુ હવે જસપ્રીત બુમરાહ આ તમામ દિગ્ગજ બોલરો કરતાં આગળ નિકળી ગયા છે. 

IND vs ENG: આઉટ થયા બાદ ગુસ્સે ભરાયા કોહલી! ગુસ્સામાં કોને માર્યો મુક્કો?

ઓલી પોપને આઉટ કરી રચ્યો ઇતિહાસ
જસપ્રીત બુમરાહે ઇંગ્લેંડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટમાં ઇંગ્લેંડન ઓલી પોપને બોલ્ડ કર્યો, ત્યારે તેમણે 100 વિકેટ પ્રાપ્ત કરવાનો કારનામો કર્યો. ખાસ વાત એ રહી કે બુમરાહે પોતાની પહેલી અને 100મી વિકેટ બોલ્ડ દ્વારા જ લીધી. બુમરાહે પોતાની પહેલી ટેસ્ટ વિકેટ મહાન બેટ્સમેન એબી ડિવિલિયર્સને બોલ્ડ કરીને લીધી હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More