Home> Sports
Advertisement
Prev
Next

IND vs ENG : ફરી ટકરાશે ભારત અને ઇંગ્લેન્ડ...ટેસ્ટ સમાપ્ત થતાં જ સામે આવ્યું T20 સિરીઝનું શેડ્યૂલ

India vs England : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો રહી. છેલ્લી ટેસ્ટમાં જીત થતાં ભારતીય ટીમમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. ત્યારે હવે ભારત-ઇંગ્લેન્ડ સિરીઝનું નવું શેડ્યૂલ સામે આવ્યું છે.
 

IND vs ENG : ફરી ટકરાશે ભારત અને ઇંગ્લેન્ડ...ટેસ્ટ સમાપ્ત થતાં જ સામે આવ્યું T20 સિરીઝનું શેડ્યૂલ

India vs England : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝનો રોમાંચ પૂરો થયાને ફક્ત એક દિવસ જ થયો છે. તેંડુલકર-એન્ડરસન ટ્રોફી 2-2થી ડ્રો રહી. ત્યારે ફરી એકવાર ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કક જોવા મળશે. ભારત-ઇંગ્લેન્ડ સિરીઝનું નવું શેડ્યૂલ સામે આવ્યું છે. ટીમ ઇન્ડિયા આ વખતે T20 સિરીઝ માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. પરંતુ ટીમનો કેપ્ટન શુભમન ગિલ નહીં પરંતુ સૂર્યકુમાર યાદવ હશે. ગયા વર્ષે તેને T20ની કમાન સોંપવામાં આવી હતી.

fallbacks

T20 વર્લ્ડ કપ માટે તૈયારી

ભારતીય ટીમ હવે T20 વર્લ્ડ કપ 2026 માટે તૈયારી કરશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેનું T20 શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં ઇંગ્લેન્ડ ભારત સામે પાંચ T20 મેચ પણ રમશે. આ માટે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ મેચ ડરહામ, માન્ચેસ્ટર, નોટિંગહામ, બ્રિસ્ટોલ અને સાઉધમ્પ્ટનમાં રમાશે. જોકે, આ શેડ્યૂલ આગામી વર્ષ 2026 માટે છે. 

ના પૈસા, ના પ્રોપર્ટી...ધનશ્રી-ચહલના ડિવોર્સનું આ છે સાચું કારણ ! થયો ખુલાસો

ભારત-ઇંગ્લેન્ડ મેચ ક્યારે રમાશે ?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સિરીઝ જુલાઈ 2026માં રમાશે. આ મેચો 1 જુલાઈથી 11 જુલાઈ સુધી રમાશે. આ પછી, ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકા સામે T20 સિરીઝ રમશે. આ મેચો સપ્ટેમ્બરમાં યોજાશે. જોકે, ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડનો સામનો કરતા પહેલા કેટલીક T20 મેચ રમશે. 

નજર યુવાનો પર રહેશે

દર વર્ષે IPLમાંથી નવા યુવાનો બહાર આવી રહ્યા છે અને શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આવતા વર્ષના T20 વર્લ્ડ કપ સુધીમાં કેટલા નવા યુવા ખેલાડીઓ ઉભરી આવે છે તે જોવું રસપ્રદ રહેશે. હાલમાં, રિંકુ સિંહ, સાઈ સુદર્શન જેવા વિસ્ફોટક બેટ્સમેન IPLમાં તોફાન મચાવીને BCCIના દરવાજા ખટખટાવવામાં વ્યસ્ત છે. બધાની નજર આ નવા ઉભરતા યંગિસ્તાન પર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More