Home> Sports
Advertisement
Prev
Next

ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ મચાવ્યો કોહરામ

IND VS ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝની બીજી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ મચાવ્યો કોહરામ

India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝની બીજી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. તિલક વર્માની યાદગાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાએ મેચમાં રોમાંચક જીત હાંસલ કરી હતી. તિલકે 55 બોલમાં અણનમ 72 રન બનાવીને મેચ ટીમ ઈન્ડિયાના નામે કરી દીધી છે. ભારતે 166 રનના પડકારરૂપ લક્ષ્યાંકને 19.2 ઓવરમાં 8 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

fallbacks

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 45 રન અને બ્રેડન કાર્સે 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. આ બે સિવાય અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર અને અભિષેક શર્માને 1-1 સફળતા મળી છે.

આ પહેલા ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા છે. રિંકુ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડી ઈજા હોવાના કારણે બહાર થઈ ગયા હતા. આ બેન્ને ખેલાડીની જગ્યાએ વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલને ચાન્સ મળ્યો છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝમાં 2-0થી અજેય લીડ હાસિલ કરી લીધી છે. 

હવે માટી વગર અને ઓછા પાણીમાં કરો ખેતી, વૈજ્ઞાનિકોએ વિદેશની ટેકનિકનો કર્યો સફળ પ્રયોગ

આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. તેના બે સ્ટાર ખેલાડી મેચમાંથી બહાર થઈ ગયા હતા. નીતીશ કુમાર રેડ્ડી ઈજાના કારણે આખી સિરીઝ રમી શકશે નહીં. જ્યારે સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ પણ આગામી બે મેચમાં જોવા મળશે નહીં. બન્નેના સ્થાને શિવમ દુબે અને રમનદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More