Home> Sports
Advertisement
Prev
Next

INDvsNZ: જેમીસનના પંજામાં ફસાયું ભારત, લાથમ અને બ્લેંડલે ન્યૂઝીલેન્ડને અપાવી મજબૂત શરૂઆત


ભારતે અંતિમ સત્રમાં પાંચ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ માટે ટોમ લાથમ અને ટોમ બ્લેંડલ મજબૂત શરૂઆત આપી છે. 
 

 INDvsNZ: જેમીસનના પંજામાં ફસાયું ભારત, લાથમ અને બ્લેંડલે ન્યૂઝીલેન્ડને અપાવી મજબૂત શરૂઆત

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડ ભારત વિરુદ્ધ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. હેગલી ઓવરમાં રમાઇ રહેલી મેચના પ્રથમ દિવસે ભારતને 242 રને ઓલઆઉટ કર્યાં બાદ કીવી ટીમે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 63 રન બનાવી લીધા છે. 

fallbacks

ભારતીય ટીમે ટી-બ્રેક સુધી પાંચ વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા અને તેવું લાગી રહ્યું હતું કે ટીમ 300 આપસાપનો સ્કોર બનાવી લેશે. પરંતુ છેલ્લા સત્રમાં ટીમે જલદી વિકેટ ગુમાવી હતી. કાઇલ જેમીસને શાનદાર બોલિંગ કરી અને 14 ઓવરમાં 43 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. 

ટોમ લાથમ (27) અને ટોમ બ્લેંડલ (29)એ પોતાની ટીમને મજબૂત શરૂઆત આપી છે. કીવી ટીમ ભારતના સ્કોરથી 179 રન પાછળ છે. 

હનુમા વિહારી ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. વિહારીએ 55 રન બનાવ્યા હતા. આ સિવાય પૃથ્વી શો (54) અને ચેતેશ્વર પૂજારા (54)એ પણ ફડધી સદી ફટકારી હતી. 

વિરાટ કોહલી (3)નું ખરાબ ફોર્મ જારી રહ્યું છે. તો રહાણે પણ 7 રન બનાવી આઉટ થયો હતો. ભારતે પોતાની અંતિમ પાંચ વિકેટ 48 રનમાં ગુમાવી હતી. તેમાં 26 રન શમી (16) અને જસપ્રીત બુમરાહ (10) રનની જોડીએ બનાવ્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More