નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. મેજબાન ન્યૂઝીલેન્ડે મેચના બીજા દિવસે ભારત પર સારી એવી પક્કડ જમાવી લીધી છે અને 51 રનની મહત્વની લીડ મેળવી છે. મહેમાન ટીમની જો કે વાપસીની આશાઓ કાયમ છે. હવે મેચનો ત્રીજા દિવસનો એટલે કે રવિવારનો પહેલો સેશન નિર્ણાયક બની શકે છે. ભારતીય ટીમ જો આ સેશનમાં સારું પ્રદર્શન કરે તો તે મેચમાં જીતની આશા જાળવી રાખશે. પરંતુ જો ન્યૂઝીલેન્ડ રવિવારના પ્રથમ બે કલાકમાં સારું રમી ગયું તો તે મેચ પર પ્રભુત્વ મેળવી લેશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ શુક્રવારે શરૂ થઈ હતી. આ મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પોતાના પહેલા દાવમાં 165 રન કર્યા હતાં. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ પોતાના પહેલા દાવમાં 5 વિકેટ ગુમાવીને 216 રન કરી ગયું છે. આજે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં કોલિન ડી ગ્રૈન્ડહોમ (4 રન), અને બીજે વોટલિંગ (14રન) સાથે રમતમાં હતાં. પહેલા દાવના આધારે કીવી ટીમને ટીમ ઈન્ડિયા પર અત્યાર સુધીમાં 51 રનની લીડ મળી છે.
AUS vs SA: એગરની હેટ્રિકની મદદથી ઓસ્ટ્રેલિયાની રેકોર્ડ જીત, દ.આફ્રિકાની સૌથી મોટી હાર
ન્યૂઝીલેન્ડનો દાવ
ટીમ ઈન્ડિયા 165 રનમાં પેવેલીયન ભેગી થઈ જતા ન્યૂઝીલેન્ડની ટીમનો પહેલો દાવ શરૂ થયો હતો. જો કે ઈશાંત શર્માએ ભારતને બહુ જલદી સફળતા અપાવી હતી. તેણે લંચ બાદ ટોમ લાથમ (11)ને વિકેટ પાછળ કેચ કરાવીને ન્યૂઝીલેન્ડને પહેલો ઝટકો આપ્યો.
ઈશાંત શર્માએ ટોમ બ્લન્ડલને બોલ્ડ કરીને ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ લીધી. તે 30 રન બનાવીને આઉટ થયો. રોઝ ટેલર 44 રન કરીને આઉટ થયો. ટેલરે વિલિયમસન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન સદી ચૂકી ગયો અને 89 રન બનાવીને આઉટ થયો. મોહમ્મદ શમીએ વિલિયમસનને સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડર રવીન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો. રવિચંદ્રન અશ્વિને હેનરી નિકોલ્સને 17 રન પર આઉટ કરાવ્યો. વિરાટ કોહલીએ સ્લિપમાં હેનરી નિકોલ્સને કેચ કરાવ્યો.
જુઓ LIVE TV
ટીમ ઈન્ડિયાનો દાવ
ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને પહેલી ઈનિંગમાં ફક્ત 165 રનમાં ઓલ આઉટ કરી દીધી. ભારત તરફથી સૌથી વધુ રન વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ કર્યાં. રહાણેએ 46 રન કર્યાં. મયંક અગ્રવાલ બીજો સર્વોચ્ચ સ્કોરર રહ્યો. તેણે 34 રન રક્યાં. મોહમ્મદ શમીએ 21 રન કર્યાં. કીવી ટીમ માટે ડેબ્યુ કરી રહેલા કાઈલ જેમિસન અને અનુભવી ફાસ્ટ બોલર ટિમ સાઉદીએ ચાર-ચાર વિકેટ લીધી. ટ્રેન્ટ બોલ્ટે એક વિકેટ લીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે