Home> Sports
Advertisement
Prev
Next

IND vs NZ: ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હવે ન્યૂઝીલેન્ડનો વારો, જૂઓ સંપૂર્ણ કાર્યક્રમ

ઓસ્ટ્રેલિયામાં રમાનારા ICC T20 World Cup 2020ની તૈયારીઓને ધ્યાનમાં રાખતા ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ભારતીય ટીમ માટે મહત્વનો છે, કારણ કે અહીં યજમાન કીવી ટીમ અને ભારત વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝ રમાનાવી છે. 

IND vs NZ: ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હવે ન્યૂઝીલેન્ડનો વારો, જૂઓ સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હીઃ India tour of New Zealand 2020: ભારતીય ટીમે વિરાટ કોહલીની આગેવાનીમાં વર્ષ 2020ની દમદાર શરૂઆત કરી છે. ભારતે પહેલા 3 મેચોની ટી20 સિરીઝમાં શ્રીલંકાને 2-0થી હરાવ્યું, જ્યારે આટલી જ મેચોની વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી પરાજય આપ્યો પરંતુ હવે ભારતીય ટીમે આ દાયકાનો અને વર્ષનો પ્રથમ વિદેશી પ્રવાસ ન્યૂઝીલેન્ડનો કરવાનો છે. જ્યાં ટીમ ટી20, વનડે અને ટેસ્ટ સિરીઝ રમશે. 

fallbacks

ઓસ્ટ્રેલિયામાં રમાનારા ICC T20 World Cup 2020ની તૈયારીઓને ધ્યાનમાં રાખતા ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ભારતીય ટીમ માટે મહત્વનો છે, કારણ કે અહીં યજમાન કીવી ટીમ અને ભારત વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝ રમાનાવી છે. ત્યારબાદ 3 મેચોની વનડે સિરીઝ અને બે ટેસ્ટ મેચોની સિરીઝ રમાવાની છે. ભારતનો ન્યૂઝીલેન્ડનો પ્રવાસ લાંબો ચાલવાનો છે. ભારત માટે આ પ્રવાસ તે માટે પણ મહત્વનો છે, કારણ કે વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં કીવી ટીમે ભારતને હરાવીને બહાર કરી દીધું હતું. 

ત્રણેય ફોર્મેટમાં થશે બંન્ને ટીમોની ટક્કર
ભારત અને ન્યૂઝીલેન્ડે વચ્ચે 5 મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ 10 દિવસમાં સમાપ્ત થઈ જશે. સિરીઝની પ્રથમ મેચ 24 જાન્યુઆરીથી ઓકલેન્ડમાં રમાશે. જ્યારે બીજી મેચ 26 જાન્યુઆરીએ રમાશે. ત્રીજી ટી20 મેચ હેમિલ્ટનમાં 29 જાન્યુઆરી, અને ચોથી ટી20 મેચ વેલિંગ્ટનમાં 31 જાન્યુઆરી અને અંતિમ ટી20 મેચ 2 ફેબ્રુઆરીએ રમાશે. 

5 મેચોની ટી20 સિરીઝ બાદ બંન્ને દેશો વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાવાની છે, જેની પ્રથમ મેચ 5 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમાશે. તો વનડે સિરીઝની બીજી મેચ 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડ તથા અંતિમ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. બંન્ને ટીમો વચ્ચે 21 ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. જ્યારે 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ક્રાઇસ્ટચર્ચમાં અંતિમ ટેસ્ટ મેચ રમાશે. 

આ હશે ત્રણેય ફોર્મેટની સિરીઝનો સમય
ન્યૂઝીલેન્ડની યજમાનીમાં રમાનારી ટી20 સિરીઝની તમામ મેચનો સમય ન્યૂઝીલેન્ડના સમય અનુસાર રાત્રે 8 કલાકે શરૂ થશે, પરંતુ ભારતીય સમય અનુસાર તમામ મેચ બપોરે 12.30 કલાકથી શરૂ થશે. વનડે સિરીઝના તમામ મુકાબલા ભારતીય સમયાનુસાર સવારે 7 કલાકથી તો ટેસ્ટ સિરીઝના મુકાબલા ભારતીય સમયાનુસાર સવારે 4 કલાકથી શરૂ થશે. 

ઈંગ્લેન્ડે વિદેશની ધરતી પર હાસિલ કરી 150મી ટેસ્ટ જીત, આફ્રિકાને ઈનિંગ અને 53 રને હરાવ્યું

ટી 20 સિરીઝ
24 જાન્યુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, પ્રથમ ટી-20 (ઓકલેન્ડ)

26 જાન્યુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, 2જી ટી-20 (ઓકલેન્ડ)

29 જાન્યુઆરી, ભારત વિ ન્યૂઝીલેન્ડ, 3જી ટી-20 (હેમિલ્ટન)

31 જાન્યુઆરી ભારત વિ ન્યુઝીલેન્ડ, ચોથી ટી-20 (વેલિંગ્ટન)

2 ફેબ્રુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, 5મી ટી-20 (માઉન્ટ મોંગુનાઇ)

વનડે સિરીઝ

5 ફેબ્રુઆરી, ભારત વિ ન્યૂઝીલેન્ડ, પહેલી વનડે (હેમિલ્ટન)

8 ફેબ્રુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, બીજી વનડે (ઓકલેન્ડ)

11 ફેબ્રુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, 3જી વનડે (મોંગુઇ)

પરીક્ષા પે ચર્ચાઃ તણાવ કેવી રીતે દૂર કરવો? પીએમ મોદીને યાદ આવ્યા દ્રવિડ, લક્ષ્મણ અને કુંબલે

ટેસ્ટ શ્રેણી

21-25 ફેબ્રુઆરી, ભારત વિ ન્યુઝીલેન્ડ, પહેલી ટેસ્ટ (વેલિંગ્ટન)

29 ફેબ્રુઆરીથી 4 માર્ચ, ભારત વિ એનઝેડ, બીજી કસોટી (ક્રાઇસ્ટચર્ચ)

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More