Ind vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ જેની ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા રાહ જોવાઈ રહી હતી તે હવે શરૂ થઈ રહી છે. ગ્રુપ Aની નંબર 1 ટીમ કોણ છે તે આજે નક્કી થશે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને ભારત સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે.
રોહિત શર્માએ ટોસ હાર્યા બાદ કહ્યું કે, અમે પહેલા બેટિંગ કરવાનું વિચારી રહ્યા હતા. તેણે કહ્યું કે અમે આજે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. આ મેચમાં હર્ષિત રાણાના સ્થાને સ્પિનર વરુણ ચક્રવર્તીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બંને ટીમોની પ્લેઈંગ - 11
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
ન્યુઝીલેન્ડ : વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટમ), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ'રર્કે
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની આ સિઝનમાં ભારતે જોરદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશનો 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે પણ 6 વિકેટે જીત મેળવી હતી. બાંગ્લાદેશની ટીમ 228 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે પાકિસ્તાન 241 રનમાં સમેટાઈ ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે