નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન મેચ બાદ 'ટ્રોલિંગ' પર પૂર્વ અને વર્તમાન ક્રિકેટરોએ એક સુરમાં મોહમ્મદ શમીનું સમર્થન કર્યુ છે. કેપ્ટન વિરાટ કોહલીએ આજે મૌન તોડ્યુ છે. ટી20 વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ પહેલા કોહલીએ શમીનું સમર્થન કર્યુ છે. કોહલીએ કહ્યુ કે, શમીને નિશાન બનાવવો ખોટુ છે. ખેલાડીઓને ટાર્ગેટ ન કરવા જોઈએ. ભારતીય કેપ્ટને કહ્યુ કે, અમે મેદાન બહાર થનારા ડ્રામા પર ધ્યાન આપતા નથી. અમને ખ્યાલ છે કે કઈ રીતે એક રહેવાનું છે.
ભારત ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલા કેપ્ટન કોહલીએ કહ્યુ કે, તે સોશિયલ મીડિયા પર જરાય ધ્યાન આપતો નથી. અમારે તાકાત પર ધ્યાન આપવાનું છે અને મેદાન પર બેસ્ટ આપવાનું છે. તેમણે કહ્યું કે, હાર્દિક પંડ્યા (Virat Kohli On Hardik Pandya Fitness) સંપૂર્ણ ફિટ છે.
આ પણ વાંચોઃ ના હોય!! એક બોલમાં 10 રન, World T20માં બ્રાવોની ઓવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
કોહલીએ કહ્યુ કે, અમને ખ્યાલ છે કે ક્યાં અમારી ભૂલ થઈ અને એક મેચથી બધુ ખતમ થઈ જતું નથી. આ સાથે પંડ્યાની ફિટનેસ પર પણ કોહલીએ સ્પષ્ટ કર્યુ કે, તે સંપૂર્ણ ફિટ છે તેનો સંકેત છે કે ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડવાળા મુકાબલામાં હાર્દિક પંડ્યા પ્લેઇંગ ઇલેવનમાં હશે.
મહત્વનું છે કે આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમનો સામનો રવિવારે ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. આ મેચ દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ હારી હતી. હવે સેમીફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ભારતે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી ખુબ જરૂરી છે. પાકિસ્તાન સામે હાર બાદ ભારતે ખુબ તૈયારી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે