Home> Sports
Advertisement
Prev
Next

યુદ્ધ જેવા માહોલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ આ મેચ, કાળી પટ્ટી બાંધી ઉતર્યા ભારતીય ખેલાડી

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તેવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાને શુક્રવારે એકબીજા વિરુદ્ધ ઓમાનની રાજધાની મસ્કટમાં હેન્ડબોલ મેચ રમી હતી.

યુદ્ધ જેવા માહોલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ આ મેચ, કાળી પટ્ટી બાંધી ઉતર્યા ભારતીય ખેલાડી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા માહોલ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. સતત વધતા સૈન્ય તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાને શુક્રવારે એકબીજા વિરુદ્ધ ઓમાનની રાજધાની મસ્કટમાં હેન્ડબોલ મેચ રમાઈ હતી. 10મી એશિયન બીચ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ રમાઈ હતી. ભારતીય ખેલાડી આ દરમિયાન મેચમાં કાળી પટ્ટી બાંધી ઉતર્યા હતા.

fallbacks

Operation Sindoor Live

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હેન્ડબોલ મેચ
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આ લીગ દરમિયાન ભારતીય ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી હતી, પરંતુ ચેમ્પિયનશિપના આયોજકો અને એશિયન હેન્ડબોલ મહાસંઘ (AHF)  એ તેને હટાવવા માટે કહ્યું. આયોજકોએ ભારતીય કોચિંગ સ્ટાફને કહ્યું કે આ રીતે પ્રોટેસ્ટ માટે તેની ટીમને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે.

બહિષ્કાર કરવા ઈચ્છતા હતા ભારતીય ખેલાડી
મહત્વનું છે કે ભારતીય ખેલાડીઓએ પહેલા તો ઘરેલું સ્તર પર લોકોની નારાજગીના ડરથી મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એશિયન હેન્ડબોલ મહાસંઘ (AHF) દ્વારા પ્રતિબંધ અને ભારે દંડની ચેતવણી બાદ તેણે મેચ રમવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચોઃ પાકિસ્તાન સામે તણાવ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, આ જગ્યાએ લોકડાઉન જેવી સ્થિતિ

મજબૂરીમાં રમવી પડી મેચ
હેન્ડબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (HFI) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદેશ્વર પાંડેએ જણાવ્યું હતું કે, 'ઈન્ટરનેશનલ હેન્ડબોલ ફેડરેશન (IHF) અનુસાર, જો અમે મેચનો બહિષ્કાર કરીશું, તો અમને $10,000 નો દંડ ભરવો પડશે.' અમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાંથી બે વર્ષનો પ્રતિબંધ પણ લાગી શકે છે. IHF એ અમને સ્પષ્ટપણે કહ્યું કે જો ભારતીય ટીમ મેચ માટે નહીં આવે, તો તેને ઓલિમ્પિક ચાર્ટરની ભાવના વિરુદ્ધ ગણવામાં આવશે. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More