Home> Sports
Advertisement
Prev
Next

'તેરી ગલિયો મેં ના રખેંગે કદમ', ભારત સામે હાર બાદ પાકિસ્તાની ચાચાનો પોક મુકીને રડતો વીડિયો વાયરલ

Video Viral: અમદાવાદમાં આવેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં ભારત સામે ખરાબ રીતે હાર્યા બાદ પાકિસ્તાનની હાલત ખરાબ. વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારત સામે સતત 8 મી હારથી પાકિસ્તાની ફેન બશીર ચાચા રડી રડીને બેહાલ થઈ ગયા.

'તેરી ગલિયો મેં ના રખેંગે કદમ', ભારત સામે હાર બાદ પાકિસ્તાની ચાચાનો પોક મુકીને રડતો વીડિયો વાયરલ

Pakistani Chacha Viral Video: વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની ચાચાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. પાકિસ્તાની ટીમની બેટિંગથી બિલકુલ ખુશ નથી અને ઘણો નિરાશ દેખાય છે. વર્લ્ડ કપ 2023ની બીજી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી હતી. ટીમ ઈન્ડિયાના બોલરો સામે પાકિસ્તાન ટીમના બેટ્સમેનોએ આત્મસમર્પણ કરી દીધું હતું. પાકિસ્તાની ટીમની બેટિંગ પત્તાની માફક પડી ભાંગી હતી. ભારતની જીત બાદ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાનના લોકો નિરાશ જોવા મળ્યા હતા. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાની કાકા હારનું દુ:ખ ભૂલી શકતા નથી અને પાકિસ્તાની ટીમને ફટકાર લગાવતા જોવા મળે છે.

fallbacks

 

 

વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની ચાચાનું રડી રડીને ખરાબ હાલ થયા છે જેઓ  તે પાકિસ્તાની ટીમની બેટિંગથી બિલકુલ ખુશ નથી અને ઘણા નિરાશ દેખાય છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે પાકિસ્તાનની ટીમે તેને ઘણો નિરાશ કર્યો છે અને તે ભવિષ્યમાં ટીમની કોઈ મેચ જોવા નહીં જાય. આ સાથે તે 'તેરી ગલી મેં ના રખાયેંગે કદમ...' ગીત ગાઈને પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનમાં ટીવી તોડવાનો વીડિયો પણ વાયરલ થયો છે-
આ પહેલા પાકિસ્તાનમાં ટીવી તોડવાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પરિવાર સાથે બેસીને મેચ જોઈ રહ્યો છે. પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમને આઉટ થયા બાદ બાળક ખૂબ જ નિરાશ છે અને ટીવી તોડી નાખે છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More